Thursday, March 5, 2015

આ વ્યક્તિ પૌંઆ વેચીને કમાય છે મહિને રૂ. 2 લાખ

રાયપુર, 5 માર્ચ
કોઈ ડોક્ટર કે એન્જિનિયર મહિને રૂ. 2 લાખ કમાતા હોય તો આપણને તેની નવાઈ નથી લાગતી. પરંતુ અહિ અમે જેની વાત કરવા જઈ રહ્યાં છીએ તેઓ ડોક્ટર કે એન્જિનિયર નથી કે તેમણે અમબીએ પણ નથી કર્યું અને છતાં તેઓ મહિને રૂ. 2 લાખની કમાણી કરે છે. આ વ્યક્તિ માત્ર પૌંઆ વેચીને મહિને રૂ. બે લાખની કમાણી કરે છે.

રાયપુર શહેરમાં જયસ્તંભ ચૌકમાં સાહુ સાહેપ સવારે 6થી 10 વાગ્યા સુધી તેમની લારી ઊભી રાખે છે. તેમની આ લારી પર કોઈ નામ કે કોઈ જ પ્રકારની જાહેરાત નથી. નવા લોકો અહિની ભીડ જોઈને જ અંદાજો લગાવી છે કે સાહુ સાહબના પૌંઆ ચોક્કસથી ખાવા લાયક તો હશે જ. તેમની પ્રસિદ્ધીનો અંદાજ તેમના ત્યાં આવેલી ભીડથી જ ખ્યાલ આવી જાય છે. તેમની લારી પર પૌંઆ ખાવા આવનાર લોકો કાયદેસરની સેલ્ફી લઈને સોશિયલ સાઈટ પર તેને શેર પણ કરે છે.

તેમને જ્યારે આ વિશે પુછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે, હું તો માત્ર અહિ સવારે 6થી 10 વાગ્યા સુધી પૌંઆની લારી લગાવું છું અને ઘરનો ખર્ચ કાઢુ છું. મારા અન્ય સંબંધીઓમાં પણ આ શહેરમાં આ જ કામ કરે છે. તેમના દિવસની શરૂઆત સવારે 4 વાગે થઈ જાય છે. ઘરે જ પૌંઆ તૈયાર કરીને તેઓ સવારે 6-6.30 કલાક સુધી ચોકમાં તેમની લારી શરૂ કરી દે છે. તેઓ રોજના સરેરાશ 200 કિલો પૌંઆ બનાવે છે. તેઓ પ્રતિ પ્લેટ 200 ગ્રામના હિસાબથી 400 પ્લેટ પૌંઆ વેચે છે. તેઓ વર્ષોથી એક પ્લેટના રૂ. 20 લઈ રહ્યાં છે. આમ, તેઓ દિવસના રૂ. 8,000ના પૌંઆ વેચે છે. ખર્ચો બાદ કરીને તે મહિને સરેરાશ રૂ. 2 લાખની કમાણી કરે છે.

Credit by http://sandesh.com/

Wednesday, March 4, 2015

હેડ લાઇટ ઉપર લગાવાતા કાળા-પીળા પટ્ટાઓનો નિયમ રદ્દ

અમદાવાદ, 3 માર્ચ
કારની લાઇટના પ્રકાશના કારણે સામેના વાહન-ચાલકની આંખો અંજાઇ જતી હોવાથી અકસ્માતો સર્જાતાં હતાં. આ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે 1989માં સરકારે કારની લાઇટ પર પીળો પટ્ટો તથા કાળા ટપકાં લગાવવાનો નિયમ લાદ્યો હતો. આ નિયમના ભંગ 200 રૂપિયાનો દંડ ઉઘરાવાતો હતો. આવા કેસ ગુજરાતમાં વર્ષે દહાડે એક લાખથી વધુ કેસ થતા હોવાનો આરટીઓના સત્તાધીશો અંદાજ લગાવી રહ્યા છે. એટલે કે વર્ષે બે કરોડની આવક સરકારને થતી હતી પરંતુ હવે નવી કારમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. તેમાં કારની લાઇટ પર ગોળકેપ મૂકી દેવામાં આવી હોવાથી હવે આ જરૂરિયાત રહી નથી. તેને ધ્યાનમાં લઇને ગુજરાત રાજયના વાહનવ્યહાર કમિશનર કચેરી દ્વારા કારની લાઇટ પર પીળો પટ્ટો તથા કાળા ટપકાં લગાવવાનો નિર્ણય રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સરકારને બે કરોડનું નુકસાન થશે

લાઇટ પરથી પીળો પટ્ટો તથા કાળા ટપકાં કરવાનો નિયમ રદ કરવાના કારણે સરકારને વર્ષે દહાડે બે કરોડનું નુકસાન થશે. જૂના નિયમનો ભંગ કરનારને આરટીઓ તરફથી 200 રૂપિયા દંડ ફટકારાતો હતો. વર્ષે અંદાજે એક લાખ જેટલા કેસ કરાતા હતા પરંતુ આ નિયમ રદ કરાતાં સરકારને વર્ષે દહાડે માત્ર આ જ નિયમના ભંગ બદલ થતી બે કરોડની આવકનું નુકસાન થશે.
Credit By http://www.sandesh.com/

Tuesday, March 3, 2015

મોઢાનાં ચાંદાની સમસ્યા દૂર કરતી આસાન TIPS

કેમ પડે છે મોમાં ચાંદા
 • આર્યુવેદના અનુસાર મોઢામાં ચાંદા પેટની ગરમીને કારણે પડે છે.અપચો આનું મૂળ કારણ છે.
 • કોઈપણ પ્રકારનો માનસિક તનાવ હોય તો પણ ચાંદા પડે છે.
 • ચાંદા કદી કદી કેંસરમાં પણ ફેરવાઈ જાય છે
 • એલિયોપેથીક દવાઓની આડઅસરથી પણ મોઢું આવે છે.
 • જો આપણાં દાંત આડા-અવળાં હોય કે, નુકીલા કે અડધાં તૂટેલાં હોય જેને કારણે જીભને કે મોઢાંને વારંવાર ખૂંચે છે જેને કારણે મોઢામાં ચાંદા પડે છે.
 • નકલી દાંત વ્યવસ્થિત બન્યાં હોય તો અને મોઢાંમાં ખૂંચાતા હોય તો પણ ચાંદા પડે છે.
 • સોપારી ખાધા પછી કોગળા કર્યા વગર રાતે ઉંઘી જવાને કારણે પણ ચાંદા પડે છે, તંબાકુ,પાન, પડીકી, ધૂમ્રપાનની આદત વગેરેના કારણે પણ મોઢાંમાં ચાંદા પડે છે.
 • કેટલીકવાર કોઈ વસ્તુ ખાતી વખતે દાંતની વચ્ચે જીભ કે ગાલનો ભાગ આવી જાય છે તો પણ ચાંદા પડી જાય છે. આવા ચાંદા મોઢાની લાળથી તેની જાતે સારા થઈ જાય છે.
ઘરેલુ ઉપાય
 • એક કેળું ગાયના દૂધમાં ખાવાથી આરામ મળે છે.
 • મોઢું હંમેશા આવતું હોય તો ટામેટાં ભરપૂર ખાવા જોઈએ. ટામેટાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવીને તેના કોગળા કરવાથી પણ રાહત મળે છે
 • પાનમાં ચણાની દાળ જેટલો કપૂરનો કટકો નાખીને પાન ધીરે ધીરે ચાવવું. થૂંક ગળવું નહીં તેને થૂકતાં રહેવું, છેલ્લા કોગળા કરી લો તરતજ લાભ થશે.
 • સૂકુ કોપરું ખૂબ ચાવી ચાવીને ખાવું અને તેનું પેસ્ટ બનાવી મોઢાંમાં થોડીવાર રાખવું પછી ઉતારી જવું આવું દિવસમાં બે-ત્રણ વાર કરવાથી બે દિવસમાં ચાંદા મટી જશે.
ચાંદાનો ઈલાજ
 • સામાન્ય ચાંદા વિટામિન 'બે' કોમ્પ્લેક્સ તથા ફોલિક એસિડની ગોળીયો દિવસમાં બે-ત્રણ વાર લેવાથી મટી જાય છે.
 • વધું કડક બ્રશના ઉપયોગથી પણ મસૂડાં છોલાઈ જાય છે જેને કારણે ચાંદા પડે છે, તેથી હંમેશા નરમ બ્રશ વાપરવો જોઈએ.
 • જો મોઢાંના ચાંદા એક અઠવાડિયામાં સારા થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
 • જો ચાંદા પડવાથી ભોજન કરવામાં તકલીફ પડતી હોય તો બરફના ઠંડા પાણીથી કોગળાં કરવાં જોઈએ, જેનાથી રાહત મળશે.
 • ચાંદા પર લગાવવાનું પીડાનાશક લોશન પણ બજારમાં મળે છે. આના પ્રયોગથી તરત રાહત મળે છે. પૉટેશિયમ પરમેગનેટને પાણીમાં ભળવી તેના કોગળા કરવાથી પણ ચાંદા મટી જાય છે.
 • આવા સમયે ગરમ કોફી,ચા તથા મસાલેદાર વસ્તુઓને ખાવી જોઈએ. કારણકે આનાથી તકલીફ વધી શકે છે.
Credit by http://sandesh.com/

Welcome to Meet377 © 2014. All Rights Reserved | Powered By Blogger | Blogger Templates | Designed by-Dapinder