કછડો બારે માસ

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કછડો બારે માસ.

હા

મુંજો કછડો બારે માસ. કચ્છ મને કાયમ આકર્ષે છે. ખબર નહીં પણ ત્યાં મને
અજાણ્યું લાગતું નથી. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો
અને ભારતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે. (વિસ્તારની દ્રષ્ટિએ દેશનો
સૌથી મોટો જિલ્લો લડાખ છે) આ જિલ્લામાં દરિયો છે, અહીં ચાંદી જેવી રેતીથી
પથારાયેલું રણ છે, ઊંચા-નીચા ડુંગરો છે અને તેની તળેટીમાં વસેલા રળિયામણા
ગામ છે. કચ્છની પોતાની અસ્મિતા છે, પોતાનું આગવું વ્યક્તિત્વ છે. કચ્છ
એટલે?

કચ્છનો સંસ્કૃત ભાષામાં અર્થ બેટ થાય છે. ભગવદ્વોમંડલમાં
કચ્છના કુલ 31 અર્થ આપ્યાં છે. તેમાં પહેલો અર્થ છે આકાશનું ઢાંકણ, પાંચમો
અર્થ છે કાચબાની ઢાલ, સાતમો અર્થ છે કિનારાનો પ્રદેશ, આઠમો અર્થ છે
કિનારો, કાંઠો, તટ, દસમો અર્થ છે ખાડી, 15મો અર્થ છે દરિયાની ભૂમિ, 30મો
અર્થ છે સિંધ અને કાઠિયાવાડ વચ્ચે આવેલો એ નામનો દેશ, 31મો અર્થ છે
પાણીનું ખાબોચિયું. આ બધા અર્થ કચ્છની ભૌગલિકતા વ્યક્ત કરે છે. કચ્છમાં
પ્રવેશ કરો ત્યારે માળિયાની ખાડી આવે. કચ્છની એક તરફ કાઠિયાવાડ છે તો બીજી
તરફ પાકિસ્તાનનો સિંધ પ્રદેશ છે
 
Top