Saturday, December 26, 2015

આવનાર સમયમાં Whatapp પર ચેટિંગ કરતી વ્યક્તિને જોઈ શક્શો, વાંચો આ અહેવાલ

વોટ્સએપ દ્વારા આપણે વોઇસ કોલ મોકલી શકીએ છીએ પણ હવે ટૂંક સમયમાં ચેટિંગ કરતા વ્યક્તિને વોટ્સએપ પર જોઇ શકાશે. લિંક થયેલા સ્ક્રીન શોટમાંથી જાણવા મળ્યું છે કે, એપલના ફેસ ટાઇમ અને માઇક્રોસોફ્ટના સ્કાઇપની જેમ મેસેજિંગ એપ વીડિયો કોલમાં ફેરવાશે.

વોટ્સએપની વિડિયો જર્મનીના એક બ્લોગરે બહાર પાડી છે. આ એપને વાઇરલ બનાવતા પહેલા તે કેટલાક પસંદગીના યૂઝરો સમક્ષ ચકાસણી તરીકે મૂક્યું છે. જો કે આ વિવાદ અંગે વોટ્સએપ તરફથી કોઇ ખુલાસો આપવામાં આવ્યો નથી. વોટ્સએપે ચાલુ વર્ષમાં તેના એન્ડ્રોઈડ એપમાં ફ્રી વોઇસ કોલ અને આઇઓએસ એપનો સમાવેશ કર્યો હતો.
sandesh.com

No comments:

Post a Comment

Thank's for comment on my blogs.