Monday, January 4, 2016

ઇન્‍ટેલની આ APP, જે કરી નાખશે કોમ્‍પ્‍યુટરના કીબોર્ડની એકદમ છુટ્ટી

ટેકનોલોજી જાયન્‍ટ કંપની ઇન્‍ટેલ એવી અનોખી સ્‍માર્ટફોન એપ્‍લિેકશન રિમોર્ટ કીબોર્ડ લઇને આવી છે જે વાઇફાઇ થકી આપણા સ્‍માર્ટફોન અને લેપટોપ કોમ્‍પ્‍યુટર કનેકટ કરે છે. એક વખત આ એપ્‍લિકેશનની મદદથી આપણા ફોન આપણા કોમ્‍પ્‍યુટર સાથે કનેકટ થઇ ગયો એટલે આપણે સ્‍માર્ટફોનની સ્‍ક્રીન પર આંગળી ફેરવીને કોમ્‍પ્‍યુટરના માઉસની જેમ કર્સર ફેરવી શકીએ છીએ.

આ ઉપરાંત એમાં ડિસ્‍પ્‍લે થતા કી બોર્ડના મદદથી મોબાઇલની સ્‍ક્રીનના આંગળીઓ દબાવીને કોમ્‍પ્‍યુટરની સ્‍ક્રીન પર ટાઇપ પણ કરી શકીએ છીએ. આ એપ્‍લિકેશનની મદદથી આપણુ કોમ્‍પ્‍યુટર ઘરના ગમે તે ખુણામાં પડ્યું હશે તો પણ એની સાથે કનેકટ કરીને ટાઇપ કરી શકીએ છીએ.

આ નાનકડા પર્સનલ કોમ્‍પ્‍યુટર તથા કોમ્‍પ્‍યુટર એનેબલ્‍ડ ટેલીવીઝન સાથે કનેકટ કરવા માટે સર્જાઇ છે. પરંતુ એ વિન્‍ડોઝ-7 તથા વિન્‍ડોઝ-8 ઓપરેટીંગ સિસટમ્‍સ ધરાવતા કોમ્‍પ્‍યુટરો સાથે સારામાં સારી રીતે કામ કરે છે. જો આ એપ્‍લિકશન હિટ થઇ જશે તો આગામી સમયમાં ઓછાં ટાઇપીંગ માટે કીબોર્ડનો અને માઉસનો કોઇ ભાવ નહી પુછે.
by sandesh.com

No comments:

Post a Comment

Thank's for comment on my blogs.