ગયા મહિને કંપનીએ સબસ્ક્રિપ્શન ફીને રદ કરતા ભવિષ્યમાં આને બદલે કોઇ અન્ય સેવા પર ચાર્જ લેવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન કંપનીએ આ એપ પર કોઇ એડ પણ આપવાની શરૂઆત કરી નથી અને તે તદ્દન ફ્રીના ધોરણે ચાલે છે તેમ કહી શકાય. પોતાના યૂઝરોના વિશાળ જૂથની જાહેરાત કરતા કંપનીએ જણાવ્યું હતું કે, જે લોકો વોટ્સએપ વાપરે છે તેઓએ અમને અસાધારણ સિદ્ધિ અપાવી છે. અમે એ બાબતે પણ ગૌરવ અનુભવીએ છીએ કે, અમે એવી સેવા સાથે જોડાયેલા છીએ કે જ્યાં લોકો કુદરતી આપદા, હેલ્થ ઇમરજન્સી, મહત્ત્વની તારીખો, નાના ઉદ્યોગોનો વિકાસ કે જીવન ધોરણ સુધારવા અંગેની મહત્ત્વની બાબતો પણ શેર કરે છે. અમે છેલ્લા સાત વર્ષમાં લોકો સાથે વધારે નજીક આવ્યા છીએ અને હજુ પણ અમારું મિશન ચાલુ રહેશે.
વોટ્સએપે એક સામાન્ય આઇડિયા શરૃ કર્યો છે જેમાં વિશ્વમાં કોઇપણ સ્થળે રહેલા લોકો વધારાના ચાર્જ વિના પરિવારજનો કે મિત્રો સાથે સંપર્કમાં રહે છે. અમે આ સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છીએ અને તેને આગળ વધારવાનું કામ ચાલુ રહેશે. અમારી ટીમ વોટ્સએપની ઝડપ, સરળતા, સલામતી અને વિશ્વસનિયતા પર સતત કામ કરી રહી છે. અમે આજે જ્યાં પહોંચી ગયા છીએ તેનો અનુભવ રોમાંચિત કરનાર છે પણ હજુ અમારે ૬ બિલિયન લોકોને અમારી સાથે જોડવાનો ટાર્ગેટ પૂરો કરવાનો છે.
by http://sandesh.com
No comments:
Post a Comment
Thank's for comment on my blogs.