Tuesday, February 2, 2016

ગૂગલ આપશે 5g ઇંટરનેટની સ્પીડ, જાણો કેવી રીતે

ગૂગલ ખુબજ જલ્દી 5g ઇન્ટરનેટની સુવિધા આપવા જઇ રહ્યું છે, આ સેવા માટે ગૂગલ સૌર ઉર્જાથી ચાલનારા ડ્રોનની મદદ લેશે

સામાન્ય ઇંટરનેટથી 40 ધણુ ફાસ્ટ
એક અંગ્રેજી સામાચાર અનુસાર ગુગલે આ ડ્રોનનુ પરિક્ષણ પણ કરી લીધુ છે ખુબજ ખાનગી એવા આ પ્રોજેક્ટને 'સ્કાયબેંડર' નામ આપવામાં આવ્યુ છે. જો કે માનવામાં આવી રહ્યું છે કે આ ડેટા ટ્રાંસમિશનની સ્પીડ સામાન્ય ઇંટરનેટથી 40 ઘણી ફાસ્ટ હશે.

સ્વિડનમાં શરૂ થશે પહેલુ 5જી ઇંચરનેટ
ગૂગલ સીવાય પણ અન્ય કંપનીઓ 5જી ઇંટરનેટ સેવા આપવા માટે કમર કસી રહી છે. સ્વિડિશન ટેલિકોમ ઓપરેટર ટેલિઆસોનેરા અને એરિક્સસન મળીને સ્ટોકહોમ અને એક અન્ય શહેર ટૈલિનમાં 5જી નેટવર્ક શરૂ કરી રહ્યા છે.

10 સેકન્ડમાં થશે એચડી મૂવી ડાઉનલોડ
સ્વિડનમા શરૂ થવા જઇ રહેલ 5જી ઇન્ટરનેટ નેટવર્ક 4જી નેટવર્કથી 20 ઘણુ ફાસ્ટ છે અને આ નેટવક્રમા અલ્ટ્રા એચડી મૂવી માત્ર 10 સેકન્ડમા ડાઉનલોડ થઇ જશે.
by sandesh.com/

No comments:

Post a Comment

Thank's for comment on my blogs.