Thursday, June 16, 2016

લેનોવો વાઇબનો K5 સ્માર્ટફોન લોન્ચ, જાણો વિવિધ ફિચર્સ

ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની લેનોવોએ ભારતમાં પોતાના સ્માર્ટફોન વાઈબના K5 લોન્ચ કર્યા છે. લેનોવો વાઇબનો K5 ભારતમાં માત્ર રૂ.6,999માં મળશે. આ સ્માર્ટફોન ઇ-કોમર્સ સાઇટ એમેઝોન ઉપર ઉપલબ્ધ થશે. 22 જૂનના દિવસે યોજાનારી પહેલું ફ્લેશ વેચાણ માટે રજિસ્ટ્રેશન 13 જૂન બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. આ સ્માર્ટ ફોન ગોલ્ડ, સિલ્વર અને ગ્રે કલરમાં મળશે.

ઉલ્લેખનીય છે કે લેનોવો વાઇબ K5 મોડલ કંપનીનો એક બજેટ ફોન છે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલા મોબાઈલ વર્લ્ડ કોન્ગ્રેસમાં લોન્ચ કર્યો હતો. આ સાથે કંપનીએ લેનોવો વાઇબ K5 પ્લસ પણ લોન્ચ કર્યો હતો. જેને માર્ચ મહિનામાં ભારતમાં રૂ.8,499માં લોન્ચ કર્યો હતો.

આ છે લેનોવો વાઇબ K5 સ્માર્ટફોનની વિશેષતા
પાંચ ઇન્ચ ફુલ એચડી  (720x1280 ફિક્સલ) એલસીડી ડિસ્પ્લે
ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 415 ઓક્ટા-કોર પ્રોસેસર છએ
2GB રેન
ઇનબિલ્ટ સ્ટોરેઝ 16GB, 128GB સપોર્ટેબલ
13 મેગાફિક્સલનો રિયર કેમેરો
5 મેગાફિક્સલનો ફ્રન્ટ કેમેરો
2700 એમએચની બેટરી
by http://www.sandesh.com