Thursday, October 12, 2017

રિલાયન્સ જિઓની દીવાળી ગિફ્ટ, 399 રૂપિયાના રિચાર્જ પર ફુલ કેશબેક

 
       મુકેશ અંબાણીના જિઓ ટેલિકોમે ફરીથી બજારમાં ધમાલ મચાવવા માટે એક નવી ઓફર લોન્ચ કરી દીધી છે. પોતાના ગ્રાહકોને દીવાળીની ભેટ આપવા માટે જિઓ “ જિઓ દીવાળી ધના ધન ” ઓફર અંતર્ગત 399 રૂપિયાના પ્લાન પર ફુલ કેશ બેક આપી રહ્યું છે. આ ઓફરનો ફાયદો મેળવવા માટે પ્રીપેડ કાર્ડ ધારકોને 12 થી 18 ઓક્ટોબર વચ્ચે 399 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. જો કે આ પ્લાન 19 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.

100% કેશબેક

       જિઓ 399 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પર 100% કેશબેક આપી રહ્યું છે. આ રિચાર્જ પર ગ્રાહકને જિઓ એપ્લીકેશનમાં 50 રૂપીયાના 8 વાઉચર મળશે. એટલે કે 399 રૂપિયાના રિચાર્જ પર 400 રૂપીયાનું કેશબેક મળશે. આ વાઉચર્સનો ઉપયોગ 309 રૂપિયાથી વધારેના રિચાર્જ પર એક-એક કરીને કરી શકાશે. જો કે જે લોકો આનો ઉપયોગ ડેટા એડ ઓન રિચાર્જમાં કરવા માંગે છે તો તેને 99 રૂપિયાથી વધારે ડેટા એડ ઓન ઓપ્શનની પસંદગી કરવી પડશે. આ વાઉચર્સ 15 નવેમ્બર બાદ જ ઉપયોગમાં લઈ શકાશે.
Credit By

No comments:

Post a Comment

Thank's for comment on my blogs.