- ડિસેમ્બરમાં આ ફીચર સામાન્ય યુઝર્સ માટે લોન્ચ કરાશે
- યુઝર્સ તેમના કોન્ટેક્સ વચ્ચે ડિઝીટલ ટ્રાન્જેકશન કરી શકશેWhatsapp તરફથી એન્ડ્રોઈડ અને ios યુઝર્સને લાઈવ લોકેશનની સાથે જ ડિલીટ ફોર એવરગ્રીન ફીચર આપ્યા બાદ હવે નવુ ફીચર આપવાની સંભાવના છે. નવુ ફીચર યુઝર્સ માટે ઘણુ ઉપયોગી સાબિત થઈ શકશે. કંપની Whatsappમાં પેમેન્ટ ઓપ્શન જોડવાની તૈયારી કરી રહ્યું છે. આને ડિસેમ્બર સુધી લોન્ચ કરી શકાય છે. આ ફીચર શરૂ થયુ તો તમે પોતાના કોન્ટેક્સની વચ્ચે ડિઝીટલ ટ્રાન્જેકશનથી રકમ ટ્રાન્સફર કરી શકશો.
Whatsappના આ નવા ફીચર વિશે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. હવે એક નવા રિપોટ દ્વારા આ વિશે જાણકારી મળી રહી છે. ફેક્ટર ડેલીની રિપોર્ટ અનુસાર Whatsapp પેમેન્ટ ફીચર પર છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યુ હતુ અને હવે આ છેલ્લા સ્ટેપ પર છે. કંપની એપમાં પેમેન્ટ ઓપ્શન દેવાની તૈયારી કરી રહ્યુ છે. આશા છે કે આ ફીચર ડિસેમ્બરમાં ભારતીય બજારની સાથે જ અન્ય દેશોમાં પણ કામ આવશે.
Whatsappના આ ફીચરની નવેમ્બરમાં બીટા ટેસ્ટિંગ થશે, આ બાદ જ ડિસેમ્બરમાં આ સામાન્ય યુઝર્સ માટે આવશે. પેમેન્ટ ફીચર માટે Whatsapp ફાઈનાન્સિયલ સંસ્થાઓ સાથે વાતચીત કરી રહ્યુ છે. અત્યાર સુધી Whatsapp તરફથી કોઈ વધારે જાણકારી આપવામાં આવી નથી. આ ફીચર ભારતીય બજારમાં લોન્ચ થયા બાદ કેટલીક ડિઝીટલ વોલેટ કંપનીઓ પર જોખમ આવી શકે છે.
Whatsapp આ ફીચર માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), ICICI અને HDFC બેન્કની સાથે વાતચીત કરી રહ્યા છે. અત્યાર સુધી બેન્કો તરફથી પણ આ વિશે કોઈ નિવેદન જાહેર કરાયુ નથી. Whatsappમાં પેમેન્ટ ફીચર માટે ચેટ ઈન્ટરફેસની અંદર જ અટેચના ઓપ્શનમાં રૂપિયાનુ આઈકોન હશે. જેમાં પેમેન્ટ માટે તમારે કોન્ટેક્ટને રિકવેસ્ટ જશે.