0
 
WhatsApp હવે ઈન્સટ્ન્ટ મેસેજીંગ એપ નથી પણ હવે તે વન સ્ટોપ સોલ્યૂશન પણ છે. જો કે તેને વિશ્વમાં સૌથી વધારે યૂઝ કરવામાં આવતી ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ કહેવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી જે રીતે નવા ફીચર શરૂ કરવામાં આવ્યો છે તેનાથી એ સ્પષ્ટ છે કે તે વન સ્ટોપ સોલ્યૂશન બની રહી છે. હાલમાં WhatsApp માં ગ્રુપ વીડિયો કોલિંગનું ફીચર શરૂ કરવામાં આવ્યું છે.
WhatsApp હવે ભારતીય યૂઝર્સ માટે પેમેન્ટ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે. આ ફીચર અત્યારે WhatsAppના બીટા બિલ્ડમાં છે અને અત્યારે બધા લોકો માટે શરૂ કરવામાં નથી આવ્યું. કંપનીએ બહુ પહેલાં UPI માટે ભારતીય બેંકો જેવી કે એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંક અને એક્સિસ બેંક સાથે જોડાણ કર્યુ છે.
બીટા ટેસ્ટર્સનાં અનુસાર, WhatsApp માં UPI પેમેન્ટ સિસ્ટમ કામ કરી રહી છે અને WhatsApp નાં યૂઝરને ઈન્ટરફેસમાં કેટલીક બેંકોનો સપોર્ટ આપવામાં આવ્યો છે. WhatsApp Beta પર ધ્યાન રાખનાર WABetainfoનાં અનુસાર, આ ફીચર iOS અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન બંને માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
WhatsApp પર UPI પેમેન્ટનું સ્ક્રીનશોર્ટ પણ સોશિયલ મીડિયા વેબસાઈટ પર યૂઝર શેર કરી રહ્યા છે. આ ફીચર હેઠળ WhatsApp નાં સેટિંગમાં એક એકાઉન્ટ, ચેટ અને નોટિફેકશનની નીચે પેમેન્ટ ઓપ્શન મળશે જ્યાં ટેપ કરીને પૈસા ટ્રાંસફર કરી શકો છો. આ ફીચરને WhatsApp Payments નામ આપવામાં આવ્યું છે.
જેવી રીતે WhatsApp કોન્ટેક્સને ફોટો અને વીડિયો શેર કરી છીએ તેવી જ રીતે પૈસા પણ ટ્રાસંફર કરવા તમારે અટેચમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે અને અંહી તમને ફોટો, વીડિયો, લોકેશન સિવાય પેમેન્ટનું ઓપ્શન મળશે. જો કે હજું સુધી એવી કોઈ જાણકારી નથી કે તેની લિમિટ કેટલી હશે અને ટ્રાંજેક્શન કેવી રીતે કરવાનું રહેશે.
WhatsApp માં આ ફીચર આવ્યા પછી સ્વદેશી કંપની પેટીએમને ટક્કર મળી શકે છે. જો કે, WhatsApp પહેલાં Hike મેસેજીંગ એપમાં પેમેન્ટ સર્વિસની શરૂઆત કરી છે. તે સિવાય ગૂગલએ પણ હાલમાં UPI બેસ્ડ પેમેન્ટ માટે Tez એપ લોન્ચ કરી હતી જે ભારતમાં બહુ પોપ્યુલર થઈ હતી.
Credit by sandesh
Next
This is the most recent post.
Previous
Older Post

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top