0
કહેવાત છે કે આપણી કિસ્મત આપાણા હાથમાં છે.  આ વાતને આપણે ભલે સિરિયસ ન લેતા હોઈએ પણ તે વાત સો ટકા સાચી છે. વ્યક્તિ લાખ કોશિશો કરે પણ ભાગ્યના લખ્યા વ્યક્તિ બદલી સકતો નથી.

હાથની  રેખા જીવન, આયુષ્ય, બુદ્ધિક્ષમતાની સાથે સાથે પ્રેમ લગ્ન કે માતા-પિતાની ઈચ્છા અનુસાર જીવનસાથી પસંદ કરશો તે બતાવે છે તો લગ્નજીવન કેવું રહેશે, લગ્નજીવન પૂર્ણ છે કે અધુરું, કે પછી લગ્નેત્તર સંબંધો છે કે કેમ, છૂટાછેડા થશે કે લગ્ન પહેલાં જ બ્રેક-અપ જેવી અનેક વાતોને સ્પષ્ટ કરે છે.

1. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર તમારી વિવાહ રેખા તમારી હૃદયરેખા સાથે જોડાતી હોય તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ નિશ્રિત રૂપે  પ્રેમવિવાહ જ કરશે. પણ તેના પાર્ટનરના જીવન પર હમેંશા વાદળો ઘેરાયેલા રહેશે. એ સિવાય બંને વચ્ચે બ્રેક-અપ થવાની પણ સંભાવના રહેલી છે.

2. જો વિવાહરેખાની સમાંતર કોઈ અન્ય રેખા ગુજરતી હોય  અને તે સીધી જ જઈને હૃદયરેખા સાથે જોડાતી હોય તો તે એ દર્શાવે છે કે વ્યક્તિનું પહેલુ અફેયર  તૂટવાની સંભાવના છે. તે સિવાય એ પણ સંભાવના બની રહે છે કે વ્યક્તિના પહેલા લગ્ન તૂટી જશે. કારણ કંઈ પણ હોય, જેમ કે સાથીનું મૃત્યુ કે પછી બીજું કંઈ.

3. જો રેખા ચંદ્ર પર્વત પરથી નિકળીને ભાગ્ય રેખાને મળતી હોય તો તે એ દર્શાવે છે કે વ્યક્તિ પ્રેમલગ્ન જ કરશે. પણ જો તે રેખા જોડાયા પછી આગળ જઈને તૂટતી હોય તો તે એ બતાવે છે કે પ્રેમ વિવાહ આગળ જઈને તૂટશે.

4. જો વિવાહ રેખાની શરૂઆતમાં કાંટા જેવું નિશાન જોવા મળે તો તે એ વાતનો ઈશારો કરે છે કે વ્યક્તિ આખી જિંદગી અવિવાહિત રહેશે. અથવા લગ્નનો પ્રથમ તબક્કો કષ્ટપ્રદ રહેશે. તે સિવાય એ પણ સંભાવના છે કે વિવાહ ઘણાં મોડા થશે.

5. જો વિવાહ રેખા એક કાંટાની બનતી હોય  અને તેનો એક છેડો હૃદયરેખાને જઈને મળતો હોય તો તે એ સંકેત આપે છે તે વ્યક્તિના લગ્નેત્તર સંબંધો રહેશે. અથવા લગ્નેત્તર સંબંધો પોતાના લોહીના સંબંધોમાં જ વિકસે.

6. જો વિવાહ રેખાનો કાંટો એક બાજુ હૃદયરેખાને સ્પર્શતો હોય અને બીજી બાજુ મસ્તિષ્ક રેખામાંથી પસાર થતો હોય તો તે એમ દર્શાવે છે કે વ્યક્તિ અસફળ લગ્નજીવનને કારણે માનસિક રૂપે વિક્ષુબ્ધ રહેશે. જો તે કાંટો ભાગ્યરેખાને પણ છેદતો પસાર થતો હોય તો તે વ્યક્તિ આત્મહત્યા પણ કરી લે.

7. જો હૃદયરેખાથી નિકળતી કોઈ રેખા વિવાહરેખામાં આવેલાં કાંટાના મધ્ય સુધી પહોંચતી હોય તો તે એમ દર્શાવે છે કે તે વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મૃત્યુ પામશે.

8. મસ્તિષ્ક રેખા જો કાંટાના મધ્યભાગ સુધી પહોંચતી હોય તો એ વાતનો ઈશારો કરે છે કે વ્યક્તિનું લગ્નજીવન હંમેશા જ દુઃખ અને ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. પતિ-પત્ની વચ્ચે મતમતાંતરને કારણે બંને વચ્ચે તાલમેળ નહિં બેસે.

9. જો તમારી હથેળીમાં બે વિવાહ રેખાઓ સમાંતર રૂપે જોવા મળે તો તે એ વાતની સૂચક છે કે તમારા જીવનમાં બે લગ્ન નિશ્રિત છે.

10. જો તમારી હથેળીમાં વિવાહ રેખા શુક્ર પર્વત તરફ વળીને જીવનરેખાની સાથે સાથે ચાલતી હોય તો તે એમ બતાવે છે કે તમારા સાથી સાથે અલગાવની સ્થિતિ પેદા થઈ શકે છે.

11. જીવનરેખાનની સાથે ચાલતી રેખામાંથી જ્યારે કોઈ પ્રભાવક રેખા નિકળતી હોય અને તે સીધી જ જઈને હૃદયરેખા સાથે જોડાઈ જતી હોય તો તે તલાક બતાવે છે.

12. વિવાહ રેખા નીચેની બાજુ આવતી હોય અને તે હૃદય રેખાને સ્પર્શ્યા વગર નિકળી જતી હોય તો તે એમ બતાવે છે દાંપત્યજીવનમાં કલહ હમેંશા બની રહેશે.

13. જીવનરેખાની અંદરથી નિકળીને કોઈ રેખાને પરિણામે જો જીવનરેખા કપાતી  હોય તો તે પણ છૂટાછેડાની સ્થિતિ દર્શાવે છે.

14. જો કોઈ અન્ય પ્રભાવક રેખાને કારણે વિવાહ રેખા કપાતી હોય તો તે પણ તલાક દર્શાવે છે. કારણ કોઈ પણ હોઈ શકે છે.

15. હસ્તરેખા શાસ્ત્ર તમારા ભવિષ્યની સચોટ જાણકારી આપે છે. જો યોગ્ય સમયે ધ્યાન ન દેવામાં આવે અને ઉપાય કરવામાં ન આવે તો સુખદ વિવાહિત જીવનમાં અંતરાયો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top