0
સોનીનાં લેપટોપ બનાવનાર જાપાનની કંપની vaioએ નવો વિન્ડોઝ ફોન લોન્ચ કર્યો છે. vaio ફોન biz સ્માર્ટફોનનાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 પર કામ કરશે.

ફોન બિઝમાં 5.5 ઇંચની ફુલ એચડી(1080×1920 પિક્સલ) ડિસ્પ્લે છે. સ્માર્ટફોનમાં 1.2GHz ક્વાલકોમ સ્નેપડ્રેંગન 617 ઓક્ટો-કોર ચિપસેટ, 3 જીબી રેમ અને 16 જીબીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.

વાયો ફોન બિઝ સ્માર્ટફોન સિલ્વર કલરમાં મળશે. વાયોનું કહેવુ છે કે તે આ સ્માર્ટફોનનું વેચાણ જાપાનમાં એપ્રિલ મહિનાથી શરૂ કરશે. આ સ્માર્ટફોનની કિંમત 430 ડોલર (લગભગ 29,000 રૂપીયા) બરાબર હશે. વાયો ફોન બીઝમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે અને સાથે જ 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. આ ફોન 4G, 3G, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 4.0 અને અન્ય સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સથી લેસ છે

સોફ્ટવેરની વાત કરીએ તો આ હેન્ડયેટ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. મિડ રેંજ હાર્ડવેર હોવા છતા કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન કોન્ટિનમને સપોર્ટ કરશે.
by sandesh.com

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top