ફેસબુકની
જ માલિકીની પોપ્યુલર મેસેજિગ એપ્લિકેશન વોટ્સએપમાં સમુહ ચેટ માટે
બનાવવામાં આવતા ગ્રુપમાં સભ્યોની મેકિસમમ સંખ્યા 100થી વધારીને હવે 256
કરી દેવામાં આવી છે. 2014ના નવેમ્બરમાં આ સંખ્યા પચાસથી વધારીને 100
કરાઇ હતી.
આ નવો ફેરફાર વોટ્સએપના મન્થલી એકિટવ યુઝરોની સંખ્યા એક અબજ કરતાં પણ વધારે હોવાની જાહેરાત
કરાયાના થોડા દિવસમાં જ કરવામાં આવ્યો છે. આ વિશે પણ માર્ક ઝુકરબર્ગ
ફેસબુકમાં સ્પેશ્યલ પોસ્ટ મુકીને લખ્યું હતું કે વિશ્વની બહુ ઓછી એવી
સર્વિસ છે જે વિશ્વના એક અબજ જેટલા લોકોને એકબીજા સાથે જોડે છે.
નોંધનીય છે કે, ઇન્ટરનેટની
દુનિયામાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપની એપ વિન્ડોઝ,
એન્ડ્રોઇડ અને આઇઓએસવાળા બધા જ મોબાઇલ ફોનમાં ઉપલબ્ધ હોય છે. તમે ધ્યાન
આપ્યું હશે કે તમારા વોટ્સઅપ પર ઘણીવાર મેસેજ આવતા હોય છે જેવા કે તમને
વોટ્સએપ તરફથી ફ્રી ડેટા આપવામાં આવે છે અથવા તો તમને કોઇ નવી સ્કિમ
આપવામાં આવી રહી છે પણ તમે આવા ખોટા મેસેજથી સાવધાન રહેજો.
by sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.