આ શહેરો અને તેની આસપાસનાં વિસ્તારોમાં ઓ.ટી.જી. વાળા સ્માર્ટફોન અને ટેબલેટમાં ડી.વી.બી.-ટી2 ડોંગલ્સનાં માધ્યમથી મોબાઇલ ટી.વીનો આનંદ માણી શકાશે. વાહનોમાં ઉપયોગ કરવા માટે વાઇ-ફાઇ ડોંગલની જરુરી બની રહેશે. આ સિવાય ડી.વી.બી.-ટી2 ટ્યૂનરવાળા ટી.વી સેટ (ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ટીવી.) માં પણ આ સુવિધા ઉપલબ્દ થશે.
ડોંગલ માટે પણ તમારે પરેશાન થવાની જરુરત નથી. ફ્લિપકાર્ટ, ઈબે અને સ્નેપડીલ જેવી ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર પણ ડોંગલ ઉપલબ્ધ છે અને તેને ત્યાંથી ખરીદી પણ શકાય છે. દુરદર્શનનાં સિગ્નલ મેળવવાં માટે યૂઝર્સને જરુરી સોફ્ટવેર પણ ડાઉનલોડ કરવો પડશે. એકવાર સોફ્ટવેર ડાઉનલોડ કર્યા પછી ઇંટરનેટની પણ કોઇ જરુરત નહી રહે. ચાલતાં વાહનોમાં વાઇ-ફાઇ ડોંગલનાં માધ્યમથી આ સેવાનો લાભ ઉઠાવી શકાય છે. હાલમાં, ડીડી નેશનલ, ડીડી સમાચાર, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટસ અને ડીડી પ્રાદેશિક /ડીડી કિસાનનું પ્રસારણ કરવામાં આવે છે
જાણકારોનું માનવું છે કે શરુઆતમાં આ માટે ભલે ડોંગલ ખરીદવુ પડે પરંતુ તે દિવસો દૂર નથી જ્યારે આ સુવિધા મોબાઇલમાં જ ફિટ થઇને આવશે. આવામાં લોકોને ટીવી જોવા માટે ક્યાંય જવાની જરુરત નહી પડે, તેઓ ક્યાંય પણ પોતાનાં મોબાઇલ ફોનથી ટીવીની મજા માણી શક્શે.
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.