વિશ્વની
પ્રમુખ કોલર આઈડી સર્વિસ ટ્રૂ કોલર કેટલાય સ્માર્ટફોન યૂઝર્સ માટે વરદાન
રૂપ સાબિત થઈ છે. આ એપ તમને અજાણ્યા નંબર પરથી આવતા કોલને ઓળખીને તે
વ્યક્તિ વિશે જણાવે છે. જેના મદદથી યૂઝર સ્પામ કોલ અને અન્ય પરેશાન કરનારી
ટેલિમાર્કેટિંગ કંપનીઓથી છુટકારો મેળવી શકે છે.
અત્યાર સુધી યૂઝરને આ એપની મદદથી માત્ર ફોન પર આવતા કોલ વિશેની જ માહિતી મળતી. હવે ટ્રૂ કોલરના એન્ડ્રોઈડ એપમાં એક નવું ફિચર આપવામાં આવ્યું છે. જેથી વોટ્સએપ, લાઈન, વાઈબર અથવા ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપમાં પણ અજાણ્યા નંબરોની ઓળખ કરી શકશે. આ ફિચરને સરળતાથી એક્ટિવેટ કરી શકાય છે. હાલમાં આ અપડેટ માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં અન્ય પ્લેટફોર્મ પર પણ તે ઉપલબ્ધ થશે.

- કેવી રીતે કરશો આ ફિચરને એક્ટિવેટ
- આ માટે ટ્રૂ કોલરના સેટિંગમાં જાવ.
- તેમાં જનરલ સેક્શનમાં તમને કેટલાક ઓપ્શન જોવા મળશે.
- અહીં મેસેજિંગ એપ્સના વિકલ્પને ઈનેબલ કરો.
થોડા સમય પહેલા જ ટ્રૂ કોલરમાં સ્માર્ટ કોલ હિસ્ટ્રી અને અવેબિલિટી જેવા ફિચર ઉમેરવામાં આવ્યા છે.
by http://www.sandesh.com