હાલમાં નોઇડાની એમિટી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા 13 વર્ષના અક્ષિત મિત્તલે 'ઓડઇવન ડોટ કોમ' નામનું ડોમેન રજિસ્ટર કરાવ્યું હતું જે એક ટેક્સી ચલાવતી કંપનીને 30 લાખ રૂ.માં વેચ્યું હતું. આ સિવાય 2012માં કેટલાક આઇટીના વિદ્યાર્થીઓએ હાઉસિંગ ડોટ કોમ નામનું ડોમેન રજિસ્ટર કરાવ્યું હતું. આ ડોમેનને 3 કરોડ અને 36 લાખ રૂ.માં એક હાઉસિંગ પોર્ટલને વેચવામાં આવ્યું હતું. 2013માં થયેલો આ સોદો સૌથી મોંઘો ગણાય છે.
આ ડોમેન બુક કરાવવું બહુ જ સરળ છે અને અનેક વેબસાઇટના માધ્યમથી બુક કરાવી શકાય છે. આ વેબસાઇટ્સમાં in.godaddy.com, bigrock.in, domain.com, registerdomainsindia.com મુખ્ય છે. આ બુક કરાવવાની પ્રોસિજર 99 રૂ.થી 599 રૂ. સુધીની હોય છે જેના પર ટેક્સ કે અન્ય ચાર્જ લાગતા ઓનલાઇન 125 રૂ.થી માંડીને 900 રૂ. સુધીની ચુકવણી કરી શકાય છે.
by http://sandesh.com