આ નવા પ્રકારના સ્ટોરેજ કાર્ડને DSLR, 3D VR કેમેરા અને ગ્રોપો હીરો4 જેવા પ્રોફેશનલ ડિવાઈસમાં ઉપયોગ કરવામાં કામ આવશે. UFC કાર્ડ 32,64, 128 અને 256 GB સ્ટોરેજના વિકલ્પમાં મળશે.
પરફોર્મંશની વાત કરીએ તો આ કાર્ડને રીડ કરવાની સ્પીડ 540MB પ્રતિ સેકન્ડ હશે. તમને જણાવી દઈએ કે હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ સૌથી સારા કાર્ડની સ્પીડ પણ 95MB પ્રતિ સેકન્ડ છે. UFC કાર્ડની મદદથી 5GB ફુલ HD વિડિયો માત્ર 10 સેકન્ડમાં રીડ કરવું સંભવ હશે. જ્યારે જુના કાર્ડમાં આ જ પ્રોસેસ માટે 50 સેકન્ડનો સમય લાગે છે. આ કાર્ડ ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફી કરતા લોકોને ખૂબ ઉપયોગી થશે.
by http://sandesh.com/article.aspx?newsid=3437072