રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરપર્સન મુકેશ અંબાણીએ ગુરૂવારે રિલાયન્સ જિયો
સર્વિસને ઓફિશિયલી લોન્ચ કરી હતી, તે પહેલાં રિલાયનેસ JIO પાસે 1.5 મિલિયન
યૂઝર્સ છે. કંપની પોતાના યૂઝર બેસ 5 મિલિયન સુધી પહોંચાડવા માંગે છે. તે
માટે કંપની MNP (મોબાઇલ નંબર પોર્ટેબિલિટી)ની સુવિધા લાવવા જઇ રહી છે.
તેનાથી યૂઝર્સ પોતાના જૂના નંબર સાથે રિલાયન્સનું જીયો સિમ યૂજ કરી શકશે.
MNPની મદદથી એરટેલ, વોડાફોન, બીએસએનલ અથવા અન્ય ટેલિકોમ સર્વિસ યૂઝર
રિલાયન્સ Jioમાં પોતાનો નંબર પોર્ટ કરી શકે છે. સાથે જ તેને Jio 4Gની
પ્રિવ્યૂ ઓફર પણ મળશે. એટલે કે યૂઝર અનલિમિટેડ 4G ડેટા અને કોલ્સની સુવિધા
લઇ શકશે તે પણ નંબર બદલ્યા વિના. જો કે હાલ કંપનીએ MNPની સુવિધા ઓફિશિયલી
લોન્ચ કરી નથી. તેની સત્તાવાર જાહેરાત માટે ટૂંક સમય સુધી જોવી પડી શકે છે.
MNP ચાર્જ વિશે પણ કોઇ જાણકારી આપવામાં આવી નથી. એક અહેવાલ અનુસાર આ
પ્રિપેડ અને પોસ્ટપેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ રહેશે.
પોર્ટેબિલિટી કરાવવા માત્ર પાંચ સ્ટેપ
<PORT><SPACE><MOBILE NUMBER> લખીને 1900 નંબર પર
મોકલો. થોડીક મિનિટોમાં તમને મેસેજનો રિપ્લાય આવશે. જેમાં તમને એક કોડ
આપવામાં આવ્યો હશે.આ કોડની સાથે તમારું આઇડી પ્રૂફ અને પાસપોર્ટ સાઇઝનો
ફોટો લઇને રિલાયન્સ ડિજીટલ સ્ટોર પર જાઈને જમા કરાવવાનું રહેશે. સ્ટોરમાં
તમારા ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ તમને રિલાયન્સ જીયોનું 4જી સિમ કાર્ડ
અને પ્રિવ્યૂ ઓફર પણ મળી જશે. તે કાર્ડ પર 90 દિવસ સુધી રિલાયન્સ જીયો
દ્વારા આપવામાં આવતી ફ્રી પ્રિવ્યૂ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો
Credit By http://sandesh.com
Credit By http://sandesh.com