ભારતીય
સ્માર્ટફોન ઉત્પાદક કંપની જોલોએ 4,777 રૂપિયાની કિંમતમાં નવો એચડી
સ્માર્ટફોન જોલો વન એચડી લોન્ચ કર્યો છે, જે વ્હાઇટ વેરિએન્ટમાં છે અને
માત્ર અમેઝોન ઇન્ડિયા પર મળશે જેને આજથી રજિસ્ટર કરાવી શકશે.
ફીચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ડ્યુલ સિમ સપોર્ટેડ આ જોલો વન એચડી ફોનમાં 5 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે જે 1280×720 પિક્સલ રિઝોલ્યુશન ડિસ્પ્લે ક્વોલિટી સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડની 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા આ સ્માર્ટફોનમાં 1.3 ગીગાહર્ટઝનું ક્વાડ-કોર પ્રોસેસર સાથે 1જીબી રેમ છે અને 8 જીબીની ઇન્ટરનલ મેમરી છે જેને માઇક્રો એસડી કાર્ડથી 32 જીબી સુધી વધારી શકાય છે.
આ હેન્ડસેટમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો 1.4 માઇક્રોન એલઈડી ફ્લેશ સાથે છે. સેલ્ફી માટે 5 મેગા પિક્સલ એલઈડી ફ્લેશવાળો ફ્રન્ટ કેમેરો છે અને 2300 એમએએચ પાવરની નોન રિમૂવેબલ બેટરી છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં ૩જી ,વાઇ-ફાઇ, બ્લૂટૂથ અને માઇક્રો યુએસબી, જીપીઆરએસ જેવા ફિચર્સ છે.
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.