0
2016માં 4G સ્માર્ટફોન ખૂબ ધૂમ મચાવશે જેના પર લોકોની નજર અત્યારથી જ જોવા મળી રહી છે. વર્ષ 2015માં ભારતમાં સસ્તા 4G સ્માર્ટફોન ઘણા એવા ચર્ચામાં રહ્યાં હતા.

ઓનલાઇન શોપિંગ પોર્ટલ ફ્લિપકાર્ટે ફ્લિપકાર્ટ ટ્રેંડમાં રહેલા સ્માર્ટફોનની જાણકારી આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ વર્ષે ખાસ કરીને લોકોનું આકર્ષણ 4G સ્માર્ટફોન તરફ ઘણું એવુ વધી રહ્યુ છે. ફ્લિપકાર્ટના સ્ટોર અનુસાર 4G સ્માર્ટફોન બજારમાં ચીનની મલ્ટીનેશનલ કંપની લીનોવોના એ6000 પ્લસ અને લીનોવો k3 નોટ સ્માર્ટફોનમાં ટોપ પર રહ્યાં છે.

આ સિવાય મોટોરોલા મોટો જી (જેન 3) અને મોટો ઈ (જેન 2) નંબર 3 અને 6 પર રહ્યાં છે. સીઓમીનાં એમઆઇ, 4આઇ અને નોટ 4G ક્રમાંકમાં 4 અને 5 પર રહ્યાં છે. આ સિવાય સેમસંગ ગેલેક્સી ઓન7, ગેલેક્સી જે7, માઇક્રોમેક્સ કેનવાસ એક્સપ્રેસ 2 અને આસુસ જેનફોને 5 નંબર પર સ્થાન મેળવ્યુ છે. માનવામાં આવી રહ્યું છે કે, 2016નાં શરૂઆતી મહિનામાં પણ આ સ્માર્ટફોન ખુબ જ ડિમાન્ડ રહેશે.

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top