0
યૂ ટ્યૂબ પછી હવે તમે ફેસબુક પર પણ રસપ્રદ વીડિયો જોઇને તેને ડાઉનલોડ કરી શકશો.  નીચે આપેલી સરળ રીતથી તમે વીડિયો ડાઉનલોડ કરીને તેની મજા માણી શકશો.

સૌ પ્રથમ અપલોડ કરેલા પોતાના વીડિયોને ડાઉનલોડ કરવા માટે,
1. ફેસબુક લોગીન કરો અને ફોટો/આલ્બમ પર જાવ,
2. જે વીડિયોને ડાઉનલોડ કરવા ઇચ્છતા હોવ તેને સિલેક્ટ કરો.
3. વીડિયો ઓપન કર્યા બાદ વીડિયોની નીચે આપેલા ઓપ્શન લિંક પર ક્લિક કરો.
4. ઓપ્શન લિંક પર ક્લિક કર્યા પછી તમને એચડી અને એસડી વીડિયો ડાઉનલોડનાં બે વિકલ્પો મળશે.
5. તમે જે ક્વોલિટીનો વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છતા હોવ તે લીંક પર ક્લિક કરો.

મિત્રો દ્વારા શેર કરાયેલા વીડિયોને ડાઉનલોડ કરવા માટેની રીત

1. ફેસબુક પર લોગિન કરીને તે વીડિયો પર ક્લિક કરો જેને તમે ડાઉનલોડ કરવા ઇચ્છો છો.
2. વીડિયોને પ્લેય કરો અને એડ્રેસ બારમાં લિંકને સિલેક્ટ કરો.
3. આ બાદ યુઆરએલની શરૂઆતમાં 'www'નાં સ્થાને 'm'ટાઇપ કરો.
4. આ બદલાવ બાદ તમારો યૂઆરએલ https://m.facebook.com/...... થઇ જશે. આ પછી એન્ટર બટન દબાવો. આમ કરવાથી તમે ફેસબુકનાં મોબાઇલ વર્ઝન પર આવી જશો.
5. હવે વીડિયો પ્લેય કરો અને વીડિયો પર રાઇટ ક્લિક કરો.
6. ત્યાં તમને સેવ વીડિયો, સેવ ટાર્ગેટ અથવા સેવ લિંકનું ઓપ્શન મળશે, જે બ્રાઉઝર પર આધાર રાખે છે.
7. જો કે લિંકને સેવ કરતા જ વીડિયો ડાઉનલોડિંગ શરૂ થઇ જશે.
by sandesh.com

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top