0
ઘરઆંગણે ઉત્પાદિત સેટ ટોપ બોક્સ હવે બે કપ ચા પીવાના ભાવે મળશે. કારણ કે આ માટે કેશ નામ સાથે એક નવી ટેકનીક વિકસાવવામાં આવી છે
સંદેશા વ્યવહાર અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકારી સંસ્થા સી-ડેક અને બેંગલુરુની કંપની બાયડિઝાઈને સાથે મળીને સેટ ટોપ બોક્સનો વિકાસ કર્યો છે. જેનું 0.5 ડોલર એટલે કે રૂ. 32માં વેચાણ કરાશે.
હાલાં સેટ ટોપ બોક્સની સરેરાશ કિંમત રૂ. 800થી રૂ. 1,200 જેટલી છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ રૂ. 29.99 કરોડનો ખર્ચ થશે. આમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી રૂ. 19.79 કરોડનું રોકાણ કરશે. જ્યારે બાકીની રકમનું રોકાણ બાયડિઝાઈન કરશે. આ યોજના વહેલી તકે વ્યાપારી ધોરણે બજારમાં મૂકાશે
by http://sandesh.com

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top