દુનિયાની
સૌથી પોપ્યુલર મેસેજિંગ સર્વિસ વોટ્સએપ એના એન્ડ્રોઇડ એપમાં એક નવું
ફીચર લઇ આવી છે જે છે લિન્ક પ્રીવ્યુ. હવે તમે ચેટમાં કોઇપણ વેબસાઇટનું
એડ્રેસ એન્ટર કરશો તો એની સાથે એ વેબસાઇટની લિન્ક, વેબસાઇટ વિશેનું શોર્ટ
ડિસ્ક્રિપ્શન અને એની થમ્બનેલ ઇમેજ પણ મેસેજ વિન્ડોમાં પોસ્ટ થશે.આ ઉપરાંત વોટ્સએપ કિલયર ચેટ મેનુમાં હવે તમારી ચેટ હિસ્ટરી કિલયર કરવા માટે એક નવો ઓપ્શન એડ કર્યા છે હવેથી 30 દિવસથી વધુ જૂની કે પછી 6 મહિનાથી વધુ જુની ચેટ કિલયર કરી શકાશે.
આ અગાઉ ફકત સંપૂર્ણ ચેટ કિલયર કરવાનો ઓપ્શન ઉપલબ્ધ હતો. તબકકાવાર આ અપડેટને પ્લે સ્ટોર મારફત રિલીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત પણ વોટ્સએપમાં અનેક ઘણા ફિચર્સમાં સુધારો આવશે જેની લોકોને દિન-પ્રતિદિન મજા માણવા મળશે.
by sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.