0
PM નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારતની રિંગિંગ બેલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની પોતાનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન કેન્દ્રીય રક્ષામંત્રી મનોહર પાર્રિકરના હસ્તે લોન્ચ કરાશે. કંપની આ સ્માર્ટફોનને માત્ર 500 રૂપિયામાં ઉપલબ્ધ કરી રહી છે. કંપનીના આ સાહસથી સ્માર્ટફોન ક્ષેત્રે એક નવો ઈતિહાસ સર્જાશે તેમ લાગી રહ્યુ છે.

કંપનીએ આ ફોનમાં 5 ઇંચની સ્ક્રીન આપી છે. આ સાથે ફોનમાં એન્ડ્રોઇડનું લોલીપોપ વર્ઝન આપ્યું છે અને સાથે-સાથે 1GBની RAM અને 4G LTE જેવા ફીચર્સ આપ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારતની અનેક કંપનીઓને પોતાની સર્વશ્રેષ્ઠ પ્રોડક્ટ લોકો સમક્ષ મુકવાનું પ્લેટફોર્મ મળ્યું છે.

કંપનીએ આ સ્માર્ટફોનનું નામ ‘ફ્રીડમ 251’ રાખ્યુ છે. કંપની પોતાની સર્વશ્રેષ્ઠ પ્રોડક્ટના લોન્ચિંગ પ્રસંગે સાંસદ મુરલી મનોહર જોશીને આમંત્રિત કર્યા છે. આ પ્રસંગમાં કંપનીના અધિકારીઓ સ્માર્ટફોનની રિયલ કિંમત જાહેરાત કરશે.કંપનીના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હેન્ડસેટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા તમામ સ્પેરપાર્ટ્સ ભારતમાં જ બનેલા છે. કંપની આવનારા દિવસોમાં પોતાના આ સ્માર્ટફોનમાં નવા નવા ફીચર્સ પણ ઉમેરશે. 

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top