ફ્રી
મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ પર યૂઝર્સને ડિસ્કાઉન્ટની લાલચ આપીને અંગત
માહિતી ચોરી કરવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બ્રિટનના
સમાચારપત્ર ધી ઇન્ડિપેન્ડેન્ટના એક રિપોર્ટમાં આ અંગે દાવો કરવામાં આવ્યો
છે. રિપોર્ટ મુજબ, વોટ્સએપ પર યૂઝરને કોઈ મિત્રના નંબર પરથી એક લિંક આવે
છે.આ લિંક પર ક્લિક કરવાથી એક ડિસ્કાઉન્ટ પેજ ખુલે છે, જેની પર યૂઝર પાસેથી તેની અંગત માહિતી માગવામાં આવે છે. ત્યારબાદ આ લિંક યૂઝરને એક ફેક વેબસાઇટ પર લઈ જાય છે. આ વેબસાઇટ ખુલતાં જ હેન્ડસેટ પર માલવેયર એટેક થાય છે. આ માલવેયર દ્વારા કૌભાંડી યૂઝરની તમામ અંગત માહિતી ચોરી લે છે.
ઉલ્લેખનીય છે કે, વોટ્સએપની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે અને હવે તેના ૧ બિલિયન યૂઝર્સ થઈ ગયા છે ત્યારે આ એક ખૂબ જ ગંભીર મામલો છે. ઇન્ટરનેટ સિક્યુરિટી અને એન્ટિ-વાઇરસ બનાવનારી કંપની કેસ્પર્સ સ્કાય લેબના મુખ્ય સંશોધક ડેવિડ એમ્મનું કહેવું છે કે, આ પ્રકારે માહિતીની ચોરી અનેક ભાષાઓમાં થઈ રહી છે. અમે નોંધ્યું છે કે, વોટ્સએપ પર છેલ્લા ઘણા દિવસોથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. રિપોર્ટ મુજબ, આ મેસેજ યૂઝરને તેના ૧૦ મિત્રોને ફોરવર્ડ કરવા માટે પણ મનાવે છે. આ માટે યૂઝરને ડિસ્કાઉન્ટની લાલચ આપવામાં આવે છે.
by http://sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.