WhatsApp અપડેટ કરવાથી પાંચ નવી સુવિધાઓ મળી શકશે
એપની સાઈઝ પણ ઓછી કરી દેવાઈ, જેથી સ્ટોરેજ સ્પેસ વધુ મળે
એપની સાઈઝ પણ ઓછી કરી દેવાઈ, જેથી સ્ટોરેજ સ્પેસ વધુ મળે
જગતના
સૌથી વધુ વપરાતા મેસેન્જર વોટ્સએપે કેટલીક નવી સુવિધઓ ઉમેરી છે. આ
સુવિધામાં પીડીએફ શેરિંગ, ગૂગલ ડ્રોપ બોક્સ કે ડ્રાઈવમાંથી ફોટો શેરિંગ,
બેકગ્રાઉન્ડ કલર, વિડિયો ઝૂમ ફેસિલિટી, એપની સાઈઝમાં ઘટાડો વગેરેનો સમાવેશ
થાય છે.
અત્યાર સુધી વોટ્સએપમાં ઈમેજીસ અને વિડિયો શેર કરી શકાતા હતાં, પણ પીડીએફ અને અન્ય મહત્વના ડોક્યુમેન્ટ શેર થતાં ન હતાં. એ સુવિધા વોટ્સએપના હરીફ હાઈકમાં હતી. માટે ઘણા વપરાશકારો હાઈક પર પસંદગી ઉતારતા હતા. હવે વોટ્સએપે પીડીએફ સહિત દસ્તાવેજો શેર કરવાની સુવિધા આપવી શરૃ કરી છે. એ માટે વોટ્સએપનું વર્ઝન અપડેટ કરવાનું રહેશે. તેનાથી વિશેષ કશું કરવાનું નથી. આ સુવિધાને કારણે દસ્તાવેજો ટ્રાન્સફર કરવા મેઈલ કરવાની પણ જરૃર નહીં પડે.
વોટ્સએપે પોતાના નવા વર્ઝનને સત્તાવાર રીતે 2.12.15 વર્ઝન નામ આપ્યું છે. એ વર્ઝનમાં વોટ્સએપની સાઈઝ ઘટી ગઈ છે. પરિણામે અન્ય ડેટા સ્ટોર કરવા માટે યુઝર્સને વધુ સ્પેસ મળી રહેશે. યુઝર્સ હવે વોટ્સએપમાં બેકગ્રાઉન્ડ કલર પણ બદલી શકશે.
વિડિયો ઉતારતી વખતે વોટ્સએપમાં ઝૂમની સુવિધા ન હતી. એ સુવિધા નવા વર્ઝનમાં ઉમેરાઈ છે. એન્ડ્રોઈડ અને આઈફોન એમ બન્ને ઓપરેટિંગ સિસ્ટમાં આ અપડેટેડ વર્ઝન ચાલી શકશે. વોટ્સએપ હજુ 6 વર્ષ પહેલા જાન્યુઆરી 2010માં લોન્ચ થયેલું મેસેન્જર છે. પરંતુ આજે તેના 1 અબજથી વધારે સક્રિય વપરાશકારો છે.
મજાની વાત એ છે કે દુનિયાના નંબર વન મેસેન્જરને ચલાવવા માટે માત્ર 55 કર્મચારીઓ જ કામ કરે છે. યાહુના બે કર્મચારીઓ બ્રાયન એક્ટન અને જાન કુમાઉ દ્વારા 2009માં વોટ્સએપની સ્થાપના કરવામાં આવી હતી. પણ વોટ્સએપનો વધતો વપરાશ જોઈને ફેબ્રુઆરી 2014માં ફેસબૂકે દોઢ અબજ ડોલરમાં વોટ્સએપ ખરીદી લીધું હતું.
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.