વિશ્વમાં સૌથી વધુ યુઝ કરવામાં આવતા વોટ્સએપે ગત દિવસોમાં એન્ડ્રોઈડ માટે
ઘણા અપડેટ જાહેર કર્યા છે જેમાં ડોક્યુમેન્ટસ શેરિંગનું ખાસ ફીચર આપવામાં
આવ્યું છે. હવે કંપનીએ એક નવું અપડેટ જાહેર કર્યું છે જેમાં વોટ્સએપ
સેટિંગ્સ પેજની ડિઝાઈનને પુરી રીતે બદલી નાંખવામાં આવી છે. આ અપડેટની સાથે અપ પેમેન્ટને હટાવી નાખવામાં આવ્યું છે કારણ કે ગત વર્ષમાં વોટ્સએપને હંમેશાં માટે ફ્રી કરી નાખવામાં આવ્યું છે. તેની સિવાય સેટિંગ્સમાં Data usage સેક્શન એડ કરવામાં આવ્યું છે જે પહેલા Network usageના નામથી હતું. નોંધનીય છે કે, આ અપડેટ ગૂગલ પ્લે સ્ટોરમાં આવતા વાર લાગશે. જો કે તમે તેને APK Mirror વેબસાઈટથી મેનુઅલી v2.12.506નામના વર્ઝનને ડાઉનલોડ કરી શકો છો. હાલમાં ફેસબુક મેસેન્જરે પણ એક અપડેટ જાહેર કર્યું છે જેમાં મેટેરિયલ ડિઝાઈન આપવામાં આવી છે.
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.