રિલાયન્સ
કોમ્યુનિકેશને પોતાના ગ્રાહકોને એક મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. આવતા
અઠવાડિયાથી કંપની રિલાયન્સ જીઓના નેટવર્કનો ઉપયોગ કરીને પસંદગી કરેલા
સર્કલોમાં પોતાના CDMA ગ્રાહકોને 93 રૂપિયામાં 10GB 4G ડેટા ઉપલબ્ધ કરાવશે.
ન્યૂઝ એજન્સીને મળેલી માહિતી પ્રમાણે, રિલાયન્સ કોમ્યુનિકેશને લેખિતમાં જાણકારી આપીને જણાવ્યું છે કે, તે જિઓ ઈન્ફોકોમના 4G નેટવર્કનો ઉપયોગ કરીને આવતા અઠવાડિયાથી CDMA ગ્રાહકોને 4G સર્વિસ ઉપલબ્ધ કરાવશે.
હાલમાં રિલાયન્સના 80 લાખ CDMA ગ્રાહકોમાંથી 90 ટકાથી વધારે 4G સર્વિસને અપગ્રેડ કરાવી ચૂક્યા છે. આ આંકડાઓની જાણકારી કંપનીએ જાહેર કરી છે. રિલાયન્સ માત્ર 93 રૂપિયામાં 10GB ડેટા ઉપલબ્ધ કરાવશે જે 4G ડેટા ઉપલબ્ધ કરાવતી અન્ય કંપનીઓથી 94 ટકા સુધી સસ્તી કિંમત છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ અનુસાર, રિલાયન્સ 4G સર્વિસને 12 સર્કલોમાં લોન્ચ કરશે. આ સર્કલોમાં મુંબઈ, દિલ્લી, કલકત્તા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને બિહાર શામેલ છે. જુલાઈ સુધીમાં કંપની વધારે છ સર્કલોમાં લોન્ચ કરશે. જેમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને રાજસ્થાન જેવા રાજ્યો પણ શામેલ છે.

by http://www.sandesh.com/article.aspx?newsid=3392549