સ્માર્ટફોનની સ્પીડ ઓછી થવા પર લાગે છે
કે, ફોન ખરાબ થઈ ગયો છે, પરંતુ એવું નથી. તમારા ફોનની સ્પીડ ઓછી થવાના ઘણા
બધા કારણો હોઈ શકે છે. આજે અમે તમને એક એવી ટ્રીક વિશે જણાવીશું, જેનાથી
તમે પોતાના ફોનની સ્પીડને વધારી શકો છો. તમારા સ્માર્ટફોનની સ્પીડ રેમ અને
ઈન્ટરનેશનલ મેમોરી પર નિર્ભર રહે છે. જો તમારા ફોનની રેમ ઓછી હોય તો ફોન
ખરીદ્યાના કેટલાક સમય બાદ જ સ્પીડ ઓછી થવાની શરૂઆત થઈ જાય છે. તે ઉપરાંત
ફોનની ઈન્ટરનલ મેમોરી 70-80 ટકાથી વધારે ભરેલી હોય તો પણ ફોનની સ્પીડ ઓછી
થઈ જાય છે.
આપણે ફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ.
આપણા ફોનમાં આપમેળે જ ઘણી બધી ડૂપ્લીકેટ ફાઈલો બની જતી હોય છે. આ ફાઈલો
ઈન્ટરનલ મેમોરીમાં સેવ થઈ જાય છે, જેની અસર રેમ પર પડે છે અને સ્પીડ સ્લો
થઈ જાય છે. આ ફાઈલોને જાતે શોધીને ડિલીટ કરવી સરળ રહેતી નથી. આવો અમે તમને
ડૂપ્લિકેટ ફાઈલ ડિલીટ કરવાની સરળ રીત બતાવીએ.
– સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે ઓપન કરો
– અહી
Search Duplicate File એપ્લિકેશન સર્ચ કરો અને તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરી લો.
– એપ ઈન્સ્ટોલ થયા બાદ ઓપન કરો. અહી તમે તમારા ફોનમાં રહેલ બધી જ ફાઈલોને
જોઈ શકો છો. હવે સ્ક્રિન પર સૌથી નીચે આવી રહેલ સર્ચના ઓપ્શન પર ટેપ કરો.
હવે ફોન પોતાની જાતે જ ડૂપ્લિકેટ ફાઈલ સર્ચ કરવાનું શરૂ કરી દે છે.
-જો તમારા ફોનમાં વધારે ડેટા હશે તો સર્ચ કરવામાં વધારે સમય લાગશે.
– સર્ચ થયા બાદ એપ ડૂપ્લિકેટ ફાઈલને એક અલગ ગ્રુપમાં બતાવશે.
– હવે ફાઈલને પોતાના સ્માર્ટફોનમાંથી હટાવવા માટે ડિલીટ સિલેક્ટિડ ફાઈલ પર
ટેપ કરો તેથી ડૂપ્લિકેટ ફાઈલ હંમેશા માટે તમારા સ્માર્ટફોનથછી ડિલીટ થઈ
જશે.
Credit by http://sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.
EmoticonClick to see the code!
To insert emoticon you must added at least one space before the code.