ટેકનીક વિશે જાણોઃ ટીવી ચેનલ્સ બતાવવા માટે દેશમાં બે પ્રકારની વ્યવસ્થા છે. પ્રથમ સેટેલાઇટની મદદથી ચેનલ્સ બતાવવાની પદ્ધતિ. હાલમાં આ પદ્ધતિ મારફત વિવિધ ચેનલો બતાવવામાં આવે છે. બીજી પદ્ધતિમાં ટ્રાન્સમીટરની મદદથી પ્રસારણ કરાય છે. આ પ્રકારના ટ્રાન્સમીટરના પ્રસારણના અધિકાર માત્ર દૂરદર્શનને છે. ડીવીટી -૨ (ડિજિટલ વીડિયો બ્રોડકાસ્ટ - ટેરેસ્ટ્રીયલ) ટેકનીક હેઠળ દૂરદર્શન પોતાની ચેનલોને ડિજિટલ બનાવવા જઇ રહ્યું છે. તે પછી દૂરદર્શન એક ચેનલને બદલે દશ ચેનલ દર્શાવવાની ક્ષમતા ધરાવતું થઇ જશે. હાલમાં આ ટેકનીકનો ઉપયોગ માત્ર બ્રિટન અને યુરોપના દેશોમાં થઇ રહ્યો છે. આ ટેકનીકને લીધે સેટેલાઇટ પરનો બોજ ઘટે છે.
એન્ટેના જરૂરીઃ દૂરદર્શનતરફથી પ્રસારીત તમામ ચેનલ્સ ડીવીટી - ૨ સુવિધા ધરાવતા ટીવીમાં સાધારણ એન્ટના લગાવીને જોઇ શકાશે. જૂના ટીવીમાં માત્ર એક ડોંગલની મદદથી વિવિધ ચેનલો જોઈ શકાશે.
લેપટોપ પર પણ જોઈ શકાશેઃ મોબાઇલ, લેપટોપ , ટેબલેટ વગેરે પર પણ તમામ ફ્રી ચેનલ્સનો આનંદ લઇ શકાશે. આ માટે દૂરદર્શન વિશેષ ડીવીટી - લાઇટ ટેકનીકનો ઉપયોગ કરી રહ્યું છે. આ પદ્ધતિમાં ડિજિટલ સિગ્નલ્સ સરળતાથી ટ્રાન્સમિટ થાય છે..
http://sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.