મેસેજિંગ
એપ વોટ્સએપે હાલ નવુ ફીચર અપડેટ કર્યું છે. વોટ્સએપનું આ અપડેટ વર્ઝન
બ્લેકબેરી BB10 યુઝર્સ માટે છે. આ અપડેટ તમને 2.12.340.2 વર્ઝનમાં મળશે
જેમાં યુઝર્સને ઘણાં નવા ફીચર મળશે.
વોટ્સએપના નવા અપડેટમાં તમને લિંકનું પ્રીવ્યૂ સામેથી આવતા-જતાં મેસેજ
લિંકની સાથે મળશે. આ સાથે પહેલા મેસેજ બેકઅપ વખતે યુઝર્સને જે મુશ્કેલીઓ
પડી રહી હતી તેનું પણ સોલ્યુશન કરી દેવામાં આવ્યુ છે. કનેક્ટિવિટી ઈશ્યુ,
પ્રોક્સી સર્વર જેવા ફીચર આપવામાં આવ્યા છે.નોંધનીય છે કે, થોડા સમય પહેલા વોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવું અપડેટ લાવ્યું હતુ. આ નવા અપડેટમાં તમે વોટ્સએપ ગ્રુપમાં 100 લોકોને જોડી શકતા હતા પરંતુ વોટ્સએપે તેને વધારીને 256 કરી હતી. આ વર્ઝન બહુ ટૂંક સમયમાં યૂઝર્સને પ્રોવાઈડ કરવામાં આવશે. હાલ આ વર્ઝન વોટ્સએપની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જ છે. પરંતુ બહુ જલ્દીથી તમને આ વર્ઝન ગુગલ પ્લે સ્ટોરમાં જોવા મળશે. જો તમે આ વર્ઝનનો ટ્રાયલ લેવા માંગતા હોવ તો વોટ્સએપની વેબસાઈટના હોમપેજ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.
by sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.