0
ફ્રી મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ પર યૂઝર્સને ડિસ્કાઉન્ટની લાલચ આપીને અંગત માહિતી ચોરી કરવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બ્રિટનના સમાચારપત્ર ધી ઇન્ડિપેન્ડેન્ટના એક રિપોર્ટમાં આ અંગે દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, વોટ્સએપ પર યૂઝરને કોઈ મિત્રના નંબર પરથી એક લિંક આવે છે.

 આ લિંક પર ક્લિક કરવાથી એક ડિસ્કાઉન્ટ પેજ ખુલે છે, જેની પર યૂઝર પાસેથી તેની અંગત માહિતી માગવામાં આવે છે. ત્યારબાદ આ લિંક યૂઝરને એક ફેક વેબસાઇટ પર લઈ જાય છે. આ વેબસાઇટ ખુલતાં જ હેન્ડસેટ પર માલવેયર એટેક થાય છે. આ માલવેયર દ્વારા કૌભાંડી યૂઝરની તમામ અંગત માહિતી ચોરી લે છે.

ઉલ્લેખનીય છે કે, વોટ્સએપની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે અને હવે તેના ૧ બિલિયન યૂઝર્સ થઈ ગયા છે ત્યારે આ એક ખૂબ જ ગંભીર મામલો છે. ઇન્ટરનેટ સિક્યુરિટી અને એન્ટિ-વાઇરસ બનાવનારી કંપની કેસ્પર્સ સ્કાય લેબના મુખ્ય સંશોધક ડેવિડ એમ્મનું કહેવું છે કે, આ પ્રકારે માહિતીની ચોરી અનેક ભાષાઓમાં થઈ રહી છે. અમે નોંધ્યું છે કે, વોટ્સએપ પર છેલ્લા ઘણા દિવસોથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. રિપોર્ટ મુજબ, આ મેસેજ યૂઝરને તેના ૧૦ મિત્રોને ફોરવર્ડ કરવા માટે પણ મનાવે છે. આ માટે યૂઝરને ડિસ્કાઉન્ટની લાલચ આપવામાં આવે છે.
by http://sandesh.com

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top