htc પોતાના ડિઝાયર 530 સ્માર્ટફોનને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે. આ
સ્માર્ટફોનને નેંધરલેન્ડની એક વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યા હતા. જેનાથી આ
સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન સામે આવી ચૂકી છે. એક વેબસાઈટના
મતે ડિઝાયર 530ની કિંમત 190 યુરો (લગભગ 14,100 રૂપિયા) હશે. પરંતુ આ
વેબસાઈટ પર થોડીવારમાં આ અહેવાલને હટાવી દેવામાં આવ્યો હતો.
આ સ્માર્ટફોન તમને બે કલરમાં જોવા મળશે જેમાં એક વ્હાઈટ અને બીજો ગ્રે
કલર છે. htcએ સત્તાવાર રીતે આ હેન્ડસેટ વિશે કોઈ જાણકારી આપી નથી. પરંતુ
ફીચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈંડનું 5.1 લોલીપોપ ઓપરેટિંગ
સિસ્ટમ પર કામ કરશે. બીજા ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં 4.7 ઈંચની qHD ડિસ્પ્લે, 540×960 રિઝોલ્યુશન અને 1.1GHz ક્વાલકોમ સ્નેપડ્રેગન 210 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે 1.5 જીબીની રેમ આપી છે. આ ફોનમાં 8 જીબીની ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં 8 મેગાપિક્સલનો રિયર અને ફ્રંટ કેમેરો 2 મેગાપિક્લસનો આપવામાં આવ્યો છે. જ્યારે 2000mAhની બેટરી બેકઅપ પણ છે.
by http://www.sandesh.com
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.