0
જો તમે તમારા ફોનમાં 2જી અને 3જી ઈન્ટરનેટ વાપરવા છતાં ડાઉનલોડની ઓછી સ્પીડથી પરેશાન હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એક નવી ટ્રીકથી તમારા ફોનમાં 2જી અને 3જી નેટની સ્પીડ 4જી જેટલી થઈ જશે. આ માટે તમારે એક એપને ડાઉનલોડ કરવી પડશે. આ એપ વડે તમે વીડિયો કે ઓડિયો ફાઈલ ખૂબ જ ઝડપથી ડાઉનલોડ કરી શકો છો.

એડવાન્સ્ડ ડાઉનલોડ મેનેજર એપ (Advanced Download Manager) તમારા મોબાઈલની ડાઉનલોડ સ્પીડને વધારે છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ઘ છે. તમારે જે ફાઈલ ડાઉનલોડ કરવી હોય તેની લિંક આ એપમાં પેસ્ટ કરીદો. આ પછીનુ બધું કામ એપ જાતે જ કરી લેશે. તમે ઈચ્છા મુજબ તમારા ફોનનું બ્રાઉઝર પણ આ એપ સાથે કનેક્ટ કરી શકો છો. આ પછી તમે કોઈપણ ફાઈલ ડાઉનલોડ કરી શકો છો. તમારા ફોનની ડાઉનલોડ સ્પીડ ચાર ગણી વધી જશે.

એડવાન્સ ડાઉનલોડ મેનેજરમાં કોઈપણ ફાઈલને ડાઉનલોડ કરતા સમયે ઈન્ટરનેટ ડિસ્કનેક્ટ થઈ જાય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ એપ ડાઉનલોડ થયેલા ડેટાને સેવ કરી લેશે. આથી તમારે ફરીવાર ફાઈલને ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. આમ તમારા ઈન્ટરનેટ પેકની પણ બચત થશે. તમે આ એપની મદદથી એક સાથે એકથી વધારે ફાઈલો ડાઉનલોડ કરી શકો છો.

Post a Comment Blogger

Thank's for comment on my blogs.

 
Top