આ ઉપરાંત લોકો એકબીજા સાથે સરળતાથી જોડાઈ રહે છે. જેમાં પણ હવે વોટ્સ એપે તેની એપ્લિકેશનને અપડેટ કરીને નવું વર્ઝન બહાર પાડ્યું છે. જેમાં વોટ્સએપ લોકો માટે નવું ફિચર લઈને આવ્યું છે. આ ફિચરની મદદથી લેન્ડલાઈન અને મોબાઈલ બંને ઉપર ફોન કરવાની સુવિધા મળશે. હાલ સુધીમાં જોઈએ તો વોટ્સએપ, સ્કાઈપ અને વાઈબરે ફોન કરવાની સુવિધા પુરી પાડી હતી. પરંતુ હવે પહેલી વખત વોટ્સએપ દ્વારા મોબાઈલ નંબર અને લેન્ડલાઈન નંબર ઉપર ફોન કરવાની સુવિધા શરૂ કરી રહ્યું છે.
આ સુવિધા લોકો સુધી પહોંચે તે માટે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર અને ટેલિકોમ વચ્ચેના ઇન્ટરકનેક્ટ એગ્રીમેન્ટને ઈન્ટર મિનિસ્ટ્રી દ્વારા લીલી ઝંડી મળી ગઈ છે. જેના કારણે હવે તમે તમારા ઈન્ટરનેટના પેક દ્વારા જ વાતો કરી શકશો અને વધારાનું બેલેન્સ પણ બચાવી શકશો..
Post a Comment Blogger Facebook
Thank's for comment on my blogs.