આથી એપલે ભારતમાં પોતાના વપરાશ કર્તાની સંખ્યા વધારવા માટે એક આકર્ષક ઓફર લોન્ચ કરી છે. કંપનીની ઈચ્છા છે કે ભારતના કોર્પોરેટ જગતના લોકો એપલના લેટેસ્ટ આઈફોન SEનો ઉપયોગ કરે. આ માટે કંપનીએ 999 રૂપિયાનો માસિક પ્લાન શરૂ કર્યો છે જેમાં આઈફોન બે વર્ષના અંતે તમારો થઈ જશે.
આ ઉપરાંત કંપની પોતાના આઈફોન 6 અને આઈફોન 6s પર પણ આ ઓફર શરૂ કરી છે. આ માટે ગ્રાહકોએ પ્રતિમાસ 1,199 અને 1399 રૂપિયા ચુકવવાના રહેશે. મંગળવારે આ ઓફરની જાહેરાત કેટલાક અખબારમાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી. એપલના ડિવાઈસનો વધારેથી વધારે ઉપયોગ થાય તે માટે કંપનીએ આ જાહેરાત આપી હતી. આ સાથે જ કંપનીએ ipadના મોડલ પર પણ આ ઓફર જાહેરાત કરી છે. કોર્પોરેટ કંપની સાથે જોડાયેલા લોકો પોતાના જુના આઈફોનના બદલામાં નવો આઈફોન પણ પસંદ કરી શકે છે. આ માટે જુદા જુદા મોડલ પર માસિક ચુકવણીમાં ફેરફાર કરી શકે છે.
by http://www.sandesh.com/article.aspx?newsid=3251999