હવે રૂ. 100 કરતાં પણ ઓછી કિંમતનો સ્માર્ટ ફોન આવી ગયો છે. બેંગલુરુનીં કંપની નમોટેલે અચ્છે દિન નામ સાથે આ સ્માર્ટ ફોન લોંચ કર્યો છે. તેની કિંમત ફક્ત રૂ. 99 છે. જોકે ગ્રાહકોએ ડિલિવરી માટે અલગ ચાર્જ ચુકવવાનો રહેશે.
ફોનની કેશ ઓન ડિલિવરી થશે. કંપનીના પ્રમોટર માધવ રેડ્ડીના દાવા મુજબ આ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન હશે. તેની વિશેષતા નીચે મુજબ છે.
-3જી નેટવર્ક સાથેનો આ સ્માર્ટ ફોન ચાર ઈંચ ડિસપ્લે ધરાવે છે. લોલીપોપ 5.1 સિસ્ટમ પર એન્ડ્રોઈડ ચાલે છે. તેમાં 13 ગીગા હર્ટસ ક્વાડકોર પ્રોસેસર અને 1 જીબી રેમ છે.
-બુકીંગ 17મેથી 25 મે સુધી ચાલુ રહેશે. કંપનીની વેબસાઈટના જણાવ્યા મુજબ બેગલુરુમાં હેડક્વાર્ટર ધરાવતી આ કંપની ચાલુ વર્ષે જ લોંચ થઈ છે.
-રૂ. 251ના સ્માર્ટ ફોન અંગે વિવાદ સર્જાયો છે. રિંગિગ બેલ નામની કંપનીએ ફ્રીડમ 251 નામથી રૂ. 251માં સ્માર્ટ ફોન લોંચ કર્યો હતો.
-ત્યારબાદ આ કંપની વિવાદમાં સપડાઈ હતી અને સરકારે તેની સામે તપાસ શરૂ કરી છે. આટલું જ નહીં સ્માર્ટ ફોનની ડિલિવરી પણ હજુ સુધી કરાઈ નથી. 
by http://sandesh.com/article.aspx?newsid=3290589
 
Top