ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ મફતમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા આપવાના ઉપાય શોધતુ કન્સલ્ટેશન પેપર તૈયાર રજુ કર્યુ છે. તેમા ડેટા સર્વિસિસના પ્રાઇસિંગ અંગેના નિયમોનું પાલન થાય તે જોવામાં આવશે. ટ્રાઈએ જણાવ્યુ છે કે તે નેટની સેવાથી વંચિત લોકોને જોડવા માંગે છે. તેના કારણે નેટ ન્યુટ્રાલિટી વિશે વધુ એક સંઘર્ષ થવાની શકયતા છે. ગુરૂવારે રજૂ કરાયેલા પેપરમાં ટ્રાઈએ ત્રણ મોડલ સૂચવ્યા છેઃ પ્રથમ, યુઝર્સ માટે ટોલ-ફ્રી પ્લેટફોર્મ રચવુ જેમાં બ્રાઉઝિંગનો કોઈ ચાર્જ નહીં હોય. બીજું, ગ્રાહકો અપફ્રન્ટ ચુકવણી કરશે જેને પછી વળતરરૂપે પરત (રિઈમ્બર્સ) ચૂકવી દેવાશે. ત્રીજું, ગ્રાહકોને વાઉચર્સ, વોઈસ મિનિટસ દ્વારા પ્રોત્સાહિત કરતા એપ્સનો ઉપયોગ કરવો.

ટીકાકારોનું કહેવુ છે કે બન્ને મોડલથી પક્ષપાત સર્જાશે અને જે કંપનીઓ પોતાના કન્ટેન્ટના ભાવ નીચા નહી રાખી શકે તેમને નુકશાન થશે. તેનાથી ઈનોવેશન રૃંધાશે અને નેટ ન્યુટ્રાલિટીના સિદ્ધાંતનો ભંગ થશે. ટ્રાઈએ ફેબ્રુઆરીમાં નેટ ન્યુટ્રાલિટીની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો જેના કારણે ફેસબુકે તેનો ફ્રી બેઝિકસ પ્રોગ્રામ પડતો મુકવો પડયો હતો.

અન્ય એક ટીકાકારે જણાવ્યું હતું કે આ પેપરમા કેટલાક મુદ્દા ઉઠાવાયા છે. જેનો ઉકેલ આવી ગયો છે. ઝીરો રેટિંગ સ્પેસિફિક વેબસાઈટ એ ફ્રી બેઝિકસ જેવી જ સુવિધા છે. વેબસાઈટ દ્વારા યુસેઝ પર નજર રાખવામાં આવે અને જે વપરાશ થયો હોય તેટલા પ્રમાણમાં કેશ રિઈમ્બર્સ થાય તે ઝીરો રેટીંગ જેવી જ વાત છે. આવા મોડલને મંજુરી મળવી ન જોઈએ.

by http://sandesh.com/article.aspx?newsid=3291382
 
Top