ડાઉનલોર્ડ કરવું પડશે આ એપ
ફેસબુકે યુઝર્સને ઈમેલ મોકલવાનું શરૂ કર્યું છે કે, જેમાં 7 જૂલાઈ સુધી મોમેન્ટ એપ ડાઉનલોર્ડ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો યુજર્સે આવું ના કર્યું તો ફેસબુક ઉપર સિંક ફિચર દ્વારા અપલોર્ડ કરવામાં આવેલ તમારા બધા જ પ્રાઈવેટ ફોટો અને આલ્બમ તેની જાતે જ ડિલેટ થઈ જશે. ફેસબુકે મોમેન્ટ એપ ગયા વર્ષે લોન્ચ કર્યો હતો. આ એપમાં અપલોર્ડ કરેલા પ્રાઈવેટ ફોટોને ફેસબુક દોસ્તો સાથે શેર કરવાનો ઓપ્સન આપે છે.
જો તમે મોમેન્ટ એપ ડાઉનલોર્ડ કરવા માંગતા નથી તો ફેસબુકે એક ઉપાય સૂચવ્યો છે. સાત જૂલાઈથી પહેલા તમે ફેસબુક પ્રોફાઈલમાંથી પોતાના બધા જ આલ્બમના ફોટોને જીપ ફાઈલ દ્વારા કોમ્પ્યુટરમાં ડાઉનલોર્ડ કરી શકો છો. ત્યાર બાદ તમે જ્યારે પણ મોમેન્ટ એપ ડાઉનલોર્ડ કરો ત્યારે ફોટા ફરી પોસ્ટ કરી શકો છો.
by http://sandesh.com/article.aspx?newsid=3339714