ગ્રુપમાં કોણ કોની સાથે વાત કરી રહ્યું છે તે જાણી શકાશે
કેટલીક વાર એવું થાય છે કે તમે કોઈ કારણવશ તમારા મિત્રો સાથે ગ્રુપમાં વાત નથી કરી શકતા. તેથી બાદમાં તમે જ્યારે તેમને રિપ્લાય આપો છો ત્યારે તે ભૂલી જાય છે કે તમે કયા સંદર્ભમાં વાત કરી રહ્યા છો. ઉપરાંત ગ્રુપમાં બેથી વધારે લોકો હોવાના કારણે સમજાતું નથી કોણ કોની સાથે વાતો કરી રહ્યું છે. પરંતુ વોટ્સએપમાં એક નવું ફીચર આવ્યું છે જેથી તે સમસ્યા દુર થઈ જશે. એવામાં લોકો વચ્ચે વાતચીતથી પેદા થતી ગેર સમજણ હવે નહીં થાય.
આવી રીતે કરો નવા ફીચરનો ઉપયોગ
વોટ્સએપમાં હવે તમારે જે વ્યક્તિને રિપ્લાય કરવો હોય તે મેસેજ પર ટેપ કરીને થોડીવાર હોલ્ડ કરી રાખો. આમ કરવાથી મેસેજ સિલેક્ટ થઈ જશે. હવે એપની ઉપરના ભાગમાં જોતા ત્યાં રિપ્લાયનો આઈકોન જોવા મળશે. તેના પર ટેપ કરો. ટાઈપિંગ વિન્ડોમાં કીબોર્ડ પર તે મેસેજ તમને ગ્રે કલરમાં જોવા મળશે. તેની નીચે તમે તમારો મેસેજ ટાઈપ કરીને ડાબી બાજુમાં રહેલા સેન્ડ બટન પર ક્લિક કરીને મોકલી શકો છો.
આવી રીતે થશે જાણ
વોટ્સએપના ગ્રુપમાં તમે જેવો મેસેજ સેન્ડ કરશો તે અલગ રીતે જોવા મળશે. જેના દ્વારા સામેની વ્યક્તિને ખબર પડશે કે તમે ક્યા મેસેજનો રિપ્લાય કર્યો છે. જો કે તમારે આ નવા ફીચર માટે વોટ્સએપને અપડેટ કરવું પડશે.
by http://www.sandesh.com/article.aspx?newsid=3339721