એપલનો
લેટેસ્ટ સ્માર્ટફોન આઈફોન SE ભારતમાં લોન્ચ થઈ ગયો છે. કંપની મુજબ આ
દુનિયાનો સૌથી શક્તિશાળી 4 ઈંચ ડિસ્પલેવાળો આઈફોન છે પરંતુ દરેક લોકો એપલનો
ફોન ખરીદી શકતા નથી. આ કારણે એપલ કંપની ભારતમાં એક નવી ઓફર લઈને આવી છે.
આથી એપલે ભારતમાં પોતાના વપરાશ કર્તાની સંખ્યા વધારવા માટે એક આકર્ષક ઓફર લોન્ચ કરી છે. કંપનીની ઈચ્છા છે કે ભારતના કોર્પોરેટ જગતના લોકો એપલના લેટેસ્ટ આઈફોન SEનો ઉપયોગ કરે. આ માટે કંપનીએ 999 રૂપિયાનો માસિક પ્લાન શરૂ કર્યો છે જેમાં આઈફોન બે વર્ષના અંતે તમારો થઈ જશે.
આ ઉપરાંત કંપની પોતાના આઈફોન 6 અને આઈફોન 6s પર પણ આ ઓફર શરૂ કરી છે. આ માટે ગ્રાહકોએ પ્રતિમાસ 1,199 અને 1399 રૂપિયા ચુકવવાના રહેશે. મંગળવારે આ ઓફરની જાહેરાત કેટલાક અખબારમાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી. એપલના ડિવાઈસનો વધારેથી વધારે ઉપયોગ થાય તે માટે કંપનીએ આ જાહેરાત આપી હતી. આ સાથે જ કંપનીએ ipadના મોડલ પર પણ આ ઓફર જાહેરાત કરી છે. કોર્પોરેટ કંપની સાથે જોડાયેલા લોકો પોતાના જુના આઈફોનના બદલામાં નવો આઈફોન પણ પસંદ કરી શકે છે. આ માટે જુદા જુદા મોડલ પર માસિક ચુકવણીમાં ફેરફાર કરી શકે છે.

by http://www.sandesh.com/article.aspx?newsid=3251999