BSNL
પોતાના વપરાશકર્તા માટે એક ધમાકેદાર ઈન્ટરનેટ પ્લાનની ઘોષણા કરી છે. આ
પ્લાનમાં કંપની માત્ર 50 રૂપિયામાં 20GB 3G ડેટા આપી રહી છે. આ પ્લાન
અંતર્ગત તમે તમારું ઈન્ટરનેટ અન્ય લોકો સાથે શેર પણ કરી શકો છો. આ સ્કીમ
ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સબસીડીથી ચાલશે અને તે પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીના ડિઝિટલ ઈન્ડિયાનો ભાગ છે.આ પ્લાનનો ઉપયોગ કરવા માટે વપરાશ કર્તાએ BSNLના સેલ્ફ કેર પોર્ટલ પર લોગઈન કરવું પડશે. અહીંયા વપરાશ કર્તાએ પોતાની પર્શનલ જાણકારી આપવી પડશે. સાથે જ એવા નંબરની જાણકારી આપવી પડશે.
BSNLના જનરલ મેનેજર શબ્દ યાદવે જણાવ્યું કે, "આ પ્લાનથી એવા લોકોને વધારે લાભ મળશે જે લોકો ઈન્ટરનેટ માટે પૈસા નથી ખર્ચી શક્તા. હવે આ સેવાના માધ્યમથી તેઓ ખૂબ જ સસ્તામાં ઈન્ટનેટ વાપરી શકશે. આ ઉપરાંત આ એક સરકારી યોજનાનો ભાગ છે. જે લોકોના લાભ માટે શરૂ કરવામાં આવી છે. આ સેવાના માધ્યમથી દેશના દરેક લોકો સુધી ઈન્ટરનેટ પહોંચશે".
by http://www.sandesh.com/article.aspx?newsid=3252920