શાઓમીએ ચીનમાં Redmi 3ના નવા મોડલ Redmi 3sલોન્ચ કરી દીધો છે. નવો સ્માર્ટફોન મેમરી અને ઈનબિલ્ટ સ્ટોરેઝના આધારે બે વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. 2GB રેમ અને 16GB સ્ટોરેઝની કિંમત 699 યુઆન (લગભગ 7,000 રૂપિયા) અને 3GB રેમ અને 32GB સ્ટોરેઝ વેરિયન્ટની કિંમત 899 યુઆન ( લગભગ 9,000 રૂપિયા) છે. નવા શાઓમી Redmi 3sનું વેચાણ ગુરુવારથી શરૂ થશે. હાલમાં કંપનીએ પોતાના હેડસેટને ચીનની બહાર ઉપલબ્ધ થવા પર કોઈ  જાણકારી નથી આપી.

Redmi 3Sના ખાસ ફીચર્સ
-Redmi 3sમાં નવું 1.1 ગીગાહર્ટઝ પર ચાલતું ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર છે.
-ગ્રાફિક્સ માટે એડ્રેનો 505GPU છે.
-સ્માર્ટફોનની મેમરીને માઈક્રો SD કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.
-આ ફોનમાં જૂના શાઓમી Redmi 3થી અલગ Redmi 3sમાં રિયર પેનલ પર ફિંગરપ્રિંટ સેન્સર આપેલું છે.
-Redmi 3sમાં 5 ઈંચની HD IPS ડિસ્પલે છે.
-આ ફોન 5.1 એન્ડ્રોઈડ લોલીપોપ પર કામ કરે છે.
-સ્માર્ટફોનમાં ફેસડિટેક્શન ઓટો ફોકસ, અપાર્ચર F/2.0, HDR મોડ, 1080 પિક્સલ વિડિયો રેકોર્ડિંગ અને LED ફ્લેશ સાથે 13 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. ઉપરાંત 1080 પિક્સલની વિડિયો રેકોર્ડિંગની ક્ષમતા સાથે ફ્રંટ કેમેરા 5 મેગાપિક્સલનો છે.
-વાત કરીએ કનેક્ટિવીટીની તો આ હેડસેટમાં 4G, Wi-fI, GPS, બ્લુટૂથ જેવા ફીચર ઉપસ્થિત છે.
-આ સ્માર્ટફોનમાં પહેલાના Redmi 3ની જેમ 4100mAhની બેટરી છે અને તેનું વજન 144 ગ્રામ છે.
-શાઓમી Redmi 3s ગ્રે, સિલ્વર અને ગોલ્ડ કલરમાં મળશે.  
 
by  http://www.sandesh.com

 
Top