સ્માર્ટફોન બજારમાં 3000 થી લઈને 70,000 રૂપિયા સુધીના સ્માર્ટફોન ઉપલબ્ધ છે. પરંતુ તેમાંથી એક સારો સ્માર્ટફોન લેવો સરળ નથી. જ્યારે તમારે ઓછી કિંમતમાં સારો સ્માર્ટફોન લેવો છે તો આ કામ વધુ મુશ્કેલ બની જાય છે.

અમે તમને 5000થી ઓછી કિંમતના એવા પાંચ સ્માર્ટફોન વિશે જણાવીશું કે જે કિંમત પ્રમાણે શાનદાર છે. આ સ્માર્ટફોન દ્વારા તમે કેટલાક એવા ફિચર્સનો ઉપયોગ કરી શકો છો, જે કોસ્ટલી સ્માર્ટફોનમાં હોય છે.

1. InFocus M260  buy Now
અમેરિકન કંપની InFocusના આ સ્માર્ટફોનની કિંમત 3,999 રૂપિયા છે. આ મોબાઈલમાં 4.2 ઈંચની ડિસ્પલે સાથે ક્વોડકોર પ્રોસેસર, 1જીબી રેમ અને 8 જીબી ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. એલઈડી ફ્લેશ સાથે 5 મેગાપિક્સલ રિયર અને 2 મેગાપિક્સલ સેલ્ફી કમેરો આપવામાં આવ્યો છે. આ મોબાઈલમાં 2,000 mAhની આપવામાં આવી છે, અને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 64 જીબી મેમોરી વધારી શકાય છે.

2. Asus Zenfone Go 4.5 
buy Now
4.5 ઈંચના FWVGA સ્ક્રીનવાળા આ સ્માર્ટફોનમાં 1.2GHz ક્વોલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર સાથે 1 જીબી રેમ અને 8 જીબી ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. આ મોબાઈલમાં 64 જીબી મેમોરી વધારી શકાય છે. આ મોબાઈલને ફ્લિપકાર્ટ ઉપરથી 4,999 રૂપિયામાં ખરીદી શકો છો.
આ સ્માર્ટફોનમાં ડૂઅલ સિમ સપોર્ટ કરે છે. આ મોબાઈલ એન્ડ્રોયડ 5.1 લોલીપોપ પર ચાલે છે. આ મોબાઈલને તમે છ કલર વેરિએટમાં ખરીદી શકો છો.

3. Lenovo A1000 
buy Now
4 ઈંચ સ્ક્રીનવાળા આ સ્માર્ટફોનમાં 1.3 GHz ક્વોડકોર પ્રોસેસર અને 1 જીબી રેમ સાથે 8 જીબીની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. આ મોબાઈલમાં 5 મેગાપિક્સલ રિયર અને ફ્રંટ વીજીએમ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ અને બેટરી 2,050 mAh બેટરી આપવામાં આવી છે. આ મોબાઈલને 4,240 રૂપિયામાં ખરીદી શકાય છે.

4. InFocus Bingo 10 
buy Now
આ સ્માર્ટફોનની કિંમત 4,299 રૂપિયા છે, પરંતુ આના સ્પેસિફિકેશન હેરાન જરૂર કરી દેશે. આ મોબાઈલમાં 5 એમપી સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં એલઈડી ફ્લેસ પણ આપવામાં આવ્યું છે. 4.5 ઈંચની ડિસ્પલેવાળા સ્માર્ટફોનમાં અન્ડ્રોયમાં નવા વર્ઝન માર્શમેલો સાથે 1જીબી રેમ અને 8 જીબી ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. આ મોબાઈલની બેટરી 2000 mAhની આપવામાં આવી છે અને આ સ્માર્ટફોનમાં 1.3 GHz ક્વોડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ મોબાઈલને પણ વેલ્યુ ફોર મની કહી શકાય છે.

5. Canvas Spark 2 Plus 
buy Now
5 ઈંચની ડિસ્પલેવાળા આ સ્માર્ટફોનમાં 1.3 GHz ક્વોડકોર પ્રોસેસર અને 1 જીબી રેમ સાથે 8 જીબી ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. આ મોબાઈલમાં 2 એમપી રિયર અને 2 સેલ્ફી કેમેરો આપવામાં આવ્યું છે. આ મોબાઈલમાં 2000 mAhની બેટરી આપવામાં આવી છે, કંપનીએ દાવો કર્યો છે કે બેટરીનો બેકઅપ પણ સારો મળશે. આ મોબાઈલની કિંમત 3,999 રૂપિયા છે.
by http://sandesh.com
 
Top