મોદીસરકાર બહુ જલ્દી નવી સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે જેમાં જુની કાર ભંગારમાં વેચીને નવી ચમકતી કાર ખરીદી શકો છો. મોદીસરકારની આ સ્કીમ ત્રણ પ્રકારના નવા ફાયદા આપી શકે છે. આ સ્કીમ નવી કાર ચલાવવાની ઇચ્છા ધરાવતા લોકો માટે નવી ખબર છે. આ શાનદાર સ્કીમનો ફાયદો લેવા માટે વ્યક્તિેએ પોતાની જુની કાર સરકારી કલેક્શન સેન્ટર પર લઈ જવી પડશે જ્યાં દસ્તાવેજોની તપાસ કર્યા બાદ ગાડીની ચોક્કસ કિંમત નક્કી કરવામાં આવશે.

ગાડી કલેક્શન સેન્ટરમાં દીધા બાદ વ્યક્તિને એક સર્ટિફિકેટ મળશે જેમાં મળનારી કિંમતની તમામ વિગતો લખવામાં આવશે. નવી કાર ખરીદતી વખતે વ્યક્તિએ આ સર્ટિફિકેટ પોતાના આઇડેન્ટિટી પ્રુફ સાથે ડિલરને આપવું પડશે. આ સર્ટિફિકેટ જોયા બાદ કંપની પોતના ડીલર મારફતે ડિસ્કાઉન્ટ સાથે નવી ગાડી અપાવશે. આ નવી સ્કીમ હેઠળ નવી ગાડી ખરીદવા માટે એક જ શરત છે કે જે જુની ગાડી વેચવાની છે એ 31 માર્ચ, 2005ના દિવસે અથવા તો એના પહેલાં ખરીદવામાં આવી હોય. સરકારે આ નવી સ્કીમ હેઠળ કોન્સેપ્ટ નોટ તૈયાર કરી છે અને લોકોનો પ્રતિભાવ માગવામાં આવ્યો છે.

સ્કીમ અંતર્ગત મળી શકે છે 3 ફાયદા
  • જુની ગાડીની સારી કિમત મળશે
  • નવી ગાડી પર 8થી 12 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે
  • એક્સાઇઝ ડ્યુટી પર 50 ટકા ફાયદો મળશે
 
Top