રિલાયન્સ જિયો સીમની જાહેરાત પહેલાં જ લોકો ફ્રીમાં 4G ડેટા વાપરવા માટે સતત નવા સીમ લઈ રહ્યા છે. આ વેલકમ ઓફર અંતર્ગત આખા ભારતના તમામ 4જી સ્માર્ટફોનના ગ્રાહકો આના માટે યોગ્ય છે. રિલાયન્સ ડિજીટલમાં લોકો લાઇન લગાવીને એને ખરીદી રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે 1500 રૂ.માં એનું વેચાણ કરવામાં આવે છે.
કેટલાક યુઝર્સે જિયો સીમ લઈ તો લીધું પણ 4G સ્માર્ટફોન હોવા છતાં એમાં જિયો સીમ કામ કરી નથી રહ્યું. કેટલાક લોકો 3G ફોનમાં એને ચલાવવા માગે છે. જોકે જિયો સીમ માત્ર 4G નેટવર્કને સપોર્ટ કરે છે. કેટલીક ટ્રીકથી 3Gમાં એને ચલાવી શકાય છે પણ એમાં સ્માર્ટફોન ડેડ થઈ જવાની ભારે સંભાવના છે. જો જિયો સીમ 4G  હેન્ડસેટમાં પણ ન ચાલે તો કેટલાક ખાસ રસ્તાઓ છે.
1. જો તમારો હેન્ડસેટ ડ્યુઅલ સીમ હોય તો જિયો સીમને પ્રાઇમરી સ્લોટમાં લગાવો. કંપની પણ એને નંબર 1 સ્લોટમાં લગાવવાની સલાહ આપે છે.
2. ફોનને રિસ્ટાર્ટ કરીને ફરીથી સીમ લગાવો.
3. સીમ પહેલાં સ્લોટમાં લગાવ્યો હોય તો સેટિંગમાં જઈને જુઓ કે ડેટા ઓન તો છે ને? ન હોય તો ડેટા ઓન કરો.
4. નેટવર્ક સેટિંગ ચેક કરો
5. મોબાઇલ ડેટા કે નેટવર્કમાંથી Preferred Networkમાં 4G/LTE સિલેક્ટ કરો
6. જો ફોનમાં સિમ રિકોગ્નાઇઝ થતું હોય તો મોબાઇલ નેટવર્ક સેટિંગમાં એક્સેસ પોઇન્ટ નેમ સિલેક્ટ કરીને જિયોની સેટિંગ સેવ કરો
7. નેટવર્ક ઓપરેટર મેન્યુઅલ સિલેક્ટ કરીને જિયો સિલેક્ટ કરો
8. જો આમ છતાં સિમ કામ ન કરું હોય તો ફોનનું સોફ્ટવેર કે હાર્ડવેર સીમ સાથે સિંક નથી કરી શકતું. તમે આના સપોર્ટમાં વાત કરી શકો છો.
9. જો આટલું કર્યા પછી સીમ કામ કરતું હોવા છતાં કોલિંગ ન થતું હોય તો ગૂગલ પ્લે સ્ટોરથી Jio Join એપ ડાઉનલોડ કરીને એની અંદરની તમામ એપ ઇન્સ્ટોલ કરવાથી  કદાચ તમે કોલ કરી શકશો.
By http://sandesh.com/
 
Top